ઝાલોદ, ઝાલોદના અત્યંત ચકચારી હિરેન પટેલ હત્યાકાંડના હરિયાણાના મેવાત ખાતેથી એટીએસની ટીમના હાથે પકડાયેલા આરોપી ઇમરાન ગુડાલાને દાહોદ પોલીસ દ્વારા વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં વધુ નામો બહાર આવવાની શક્યતાઓ છે ઝાલોદ હિરેન પટેલ હત્યાકાંડમાં ઝાલોદના માજી સાંસદ સાથે અત્યંત ઘેરો ઘરોબો ધરાવતા ઝાલોદના ઇમરાન ઉર્ફે ઈમુ ગુડાલાનું નામ બહાર આવતા છેલ્લા કેટલાક સમયથી દાહોદ પોલીસ તેને ઝબ્બે કરવા ના પ્રયાસોમાં લાગી હતી પરંતુ તેમાં પોલીસને ધારી સફળતા મળી ન હતી, તેવામાં રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઝાલોદ નગર તથા મૃતક હિરેન પટેલના પરિવારજનોની બબ્બે વખત મુલાકાત લેતા અને આ હત્યાના બનાવમાં ન્યાય અપાવવાની ખાતરી આપતા પોલીસ પુનઃ સક્રિય બની હતી.