ગાંધીનગર, વિધાનસભાનું બજેટસત્ર જાણે હવે ટેસ્ટમેચ રમાતી હોય તેવો માહોલ સર્જી દીધો છે. સત્રના આઠમા દિને શાસકપક્ષ અને વિપક્ષ એકદમ શાંત રહ્યા હતાં. પ્રશ્નોતરીકાળ દરમિયાન સાબરમતી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદ પટેલે કેદીઓને અપાતી સુવિધાને લઇને પેટા પ્રશ્ન પૂછ્યો હતો તે વખેત તેઓ એવુ બોલ્યાં કે,અધ્યક્ષ શ્રી, મારે ઘણી વાર જેલમાં જવાનુ થયું છે. આ વાક્ય બોલતાં જ ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો ચોંકી ઉઠયા હતાં. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પેટાપ્રશ્નનો જવાબ આપી રહ્યા હતાં ત્યારે અધવચ્ચે રોકીને અધ્યક્ષે એવી ટકોર કરીકે, તમે કેમ મહિલાઓને શુભેચ્છા આપી નહીં. ત્યારે નીતિન પટેલે એવું કહ્યુંકે, અધ્યક્ષ શ્રી , હુ મારા પ્રવચન વખતે વિશેષરૂપે શુભેચ્છા આપીશ પણ અધ્યક્ષના આગ્રહને પગલે નીતિન પટેલે એવુ કહ્યું કે, ગુજરાત સરકારના વહીવટમાં ય મહિલાઓનુ ખુબ યોગદાન રહ્યુ છે. પછી તે નર્સ હોય,કલાર્ક હોય કે પછી મહિલા પોલીસ છે. મહિલાઓ વિના તો ગુજરાત અધુરૂ છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધુ કે, પત્નિના સાથ સહકાર વિના તો સમાજસેવા ય થઇ શકે નહીં. આ સાંભળીને ગૃહમાં હળવુ હાસ્ય રેલાયુ હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments