લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ઓક્ટોબર 2026 |
1485
અમદાવાદ શહેરમાં આગામી તા. ૧૧થી ૨૦ દરમિયાન યોજાનારા નવરાત્રિ અને દશેરાના પર્વને લઈને પોલીસ કમિશનરે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરમાં નાગરિકોની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને શાંતિ જાળવવાના હેતુથી પાર્ટી પ્લોટ, ક્લબ, સોસાયટીઓ અને શેરી ગરબાના આયોજકો માટે કુલ ૪૪ નિયમોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પરવાનગી મેળવવા માટેના ૧૨ નિયમો અને વ્યવસ્થા સંભાળવા માટેના ૩૨ નિયમોનો સમાવેશ થાય છે. પોલીસના જાહેરનામા મુજબ, ગરબાના તમામ નાના-મોટા આયોજનોમાં રાત્રે ૧૨ વાગ્યા સુધી જ માઈક સિસ્ટમ, લાઉડ સ્પીકર કે પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે. રાત્રે ૧૨ વાગ્યા પછી માઈક ચાલુ રાખી શકાશે નહીં અને નોઈઝ પોલ્યુશનના નિયમોનું સખત પાલન કરવાનું રહેશે.
આ ઉપરાંત હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્ટની આસપાસના સાયલન્ટ ઝોનમાં માઈક કે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં.મંજૂરી પ્રક્રિયામાં બિનવ્યાવસાયિક એવા સોસાયટીઓ અને શેરી ગરબાઓ માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી ઁૈં દ્વારા મંજૂરી આપવામાં આવશે, જે આયોજકો માટે મોટી રાહતની બાબત છે. જ્યારે ટિકિટ કે પાસ ધરાવતા પાર્ટી પ્લોટ અને ક્લબના વ્યાવસાયિક આયોજનો માટે પોલીસ સ્ટેશનના અભિપ્રાય બાદ છઝ્રઁ (ટ્રાફિક) દ્વારા મંજૂરી આપવામાં આવશે.
મહિલા સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા માટે શેરી ગરબાઓમાં આયોજકો તરફથી બે મેન્ટર અને પોલીસ સ્ટેશનમાંથી એક અધિકારી કે કર્મચારીને મેન્ટર તરીકે નિમવાના રહેશે. આ મેન્ટર્સ મહિલા સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ અને કેફી દ્રવ્યોના પ્રવેશ પર નજર રાખશે. મહિલા સુરક્ષા માટે પોલીસની ‘શી ટીમ‘ સાથે સંકલન કરવાનું રહેશે તેમજ સાઉન્ડ સિસ્ટમ ભાડે આપનારની તમામ વિગતો પોલીસને સોંપવી પડશે. ગરબામાં આવનાર તમામ લોકોના ઓળખ પુરાવા મેળવવાની શરત પણ મૂકવામાં આવી છે.ગરબા સ્થળે અસામાજિક તત્વો પર નજર રાખવા છૈં બેઝ્ડ કેમેરા, અલગ એન્ટ્રી-એક્ઝિટ ગેટ અને નશાખોરોને અટકાવવા બ્રેથ એનેલાઈઝર, ડોરફ્રેમ તથા હેન્ડ મેટલ ડિટેક્ટર રાખવા પડશે. નશો કરીને આવનારાઓને અટકાવી પોલીસને જાણ કરવા માટે બે વ્યક્તિઓ ફરજિયાત નિમવાની રહેશે. ગરબા સ્થળની બંને બાજુએ ૨૦૦ મીટર સુધી ટ્રાફિક જામ કે અડચણરૂપ પાર્કિંગ ન થાય તેની સંપૂર્ણ જવાબદારી આયોજકની રહેશે.