ચીની બોક્સરને હંફાવી લવલીનાએગોલ્ડ મેડલ જીત્યો:બર્થ-ડે ગર્લ નો ગોલ્ડન પંચ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, ઓક્ટોબર 2026  |   3069


આસામની લવલીનાએ આજે ભારતનું ગૌરવ વધારી દીધું છે. તેણે પોતાના જન્મદિવસે જ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. જાપાનમાં રમાયેલી એશિયન ગેમ્સ ૨૦૨૬ની ૭૫ કિલો કેટેગરીની બોક્સિંગની ફાઇનલ મેચમાં તેણે ચીનની બાઓ ઝિયીને હંફાવી દીધી, તેણે ચીની બોક્સરને ૫-૦થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ જન્મેલી લવલીનાએ પોતાના ૨૯મા જન્મદિવસે આ જીત મેળવી છે.

આ ગોલ્ડ મેડલની સાથે જ ભારતની મહિલા બોક્સિંગમાં ૧૨ વર્ષથી જાેવાઈ રહેલી રાહ પૂરી થઈ છે. આ પહેલાં ૨૦૧૪ની ઇન્ચિયોન એશિયન ગેમ્સમાં મેરી કોમે ૫૧ કિલો ફ્લાયવેટમાં ગોલ્ડ જીત્યો હતો. લવલીના હવે એશિયન ગેમ્સ બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતનારી મેરી કોમ પછીની બીજી ભારતીય મહિલા બોક્સર બની ગઈ છે. આપને જણાવી દઈએ કે, લવલીનાએ ગત એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ગઈ વખતે ફાઇનલમાં તેને ચીની બોક્સર લી કિયાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.લવલીના બોર્ગોહેનનો જન્મ ૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ આસામના ગોલાઘાટ જિલ્લાના બારો મુખિયા ગામમાં થયો હતો. ખેડૂત પરિવારમાંથી આવતી લવલીનાએ પોતાની મહેનતના દમ પર ભારતીય બોક્સિંગમાં ખાસ ઓળખ બનાવી છે. તે ગુવાહાટીના દ્ગર્ઝ્રંઈમાં ટ્રેનિંગ લે છે અને ૭૫ કિલો કેટેગરીમાં રમે છે. લવલીનાએ ૨૦૧૮ અને ૨૦૧૯ છૈંમ્છ (ૈંહંીહિટ્ઠંર્ૈહટ્ઠઙ્મ મ્ર્ટૈહખ્ત છજર્જષ્ઠૈટ્ઠંર્ૈહ) મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સળંગ બ્રોન્ઝ મેડલ જીતીને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી હતી. ત્યારબાદ ટોક્યો ૨૦૨૦ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતીને ઓલિમ્પિક મેડલ જીતનારી ત્રીજી ભારતીય બોક્સર અને બીજી ભારતીય મહિલા બોક્સર બની હતી. ૨૦૨૩ ૈંમ્છ મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં લવલીનાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે એશિયન ચેમ્પિયનશિપ અને વર્લ્ડ બોક્સિંગ કપ સહિત અનેક મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution