મહારાષ્ટ્રના ડે. સીએમ શિંદેની ફ્લાઈટ સ્વિટ્ઝર્લેન્ડ ડાયવર્ટ, મોટી દુર્ઘટના ટળી!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, સપ્ટેમ્બર 2026  |   2871

બ્રિટિશ સંસદમાં આંતરરાષ્ટ્રીય સન્માન સ્વીકારવા માટે લંડન જઈ રહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી એકનાથ શિંદેના કાફલાની ફ્લાઈટને લંડનના હિથ્રો એરપોર્ટ પર સાયબર હુમલાની આશંકા અને ટેકનિકલ એલર્ટના કારણે તાત્કાલિક સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિક ખાતે ડાયવર્ટ કરવી પડી હતી. નાયબ મુખ્ય મંત્રી એકનાથ શિંદે પોતે અલગ બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં હોવાથી તેઓ નિર્ધારિત સમયે લંડન પહોંચી ગયા હતા. જાેકે, તેમના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી અને ફોટોગ્રાફર સહિત છ અધિકારીઓની ટીમ જે ફ્લાઈટમાં હતી, તેને ઝ્યુરિખ ડાયવર્ટ કરાતાં તેઓ ત્યાં અટવાઈ પડ્યા હતા. હિથ્રો એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા સાયબર એટેકની શંકાને પગલે તાત્કાલિક ઈમરજન્સી એલર્ટ જારી કરીને અંદાજે ૧૨૦૦ જેટલી ફ્લાઈટ્સને અન્ય એરપોર્ટ્સ પર ડાયવર્ટ કરાઈ હતી. સ્થિતિ સામાન્ય થતાં શિંદેની ટીમને ઝ્યુરિખથી ફરી લંડન રવાના કરાયાં હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution