/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

મહાશિવરાત્રિએ મહાદેવને આ વસ્તુઓથી કરો ખુશ, રહેશો રોગમુક્ત

મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના મિલનનો ઉત્સવ છે. માન્યતા અનુસાર શિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસે ભગવાન શિવની વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરાય છે. સાથે વ્રત અને ઉપવાસ કરવાની માન્યતા છે. ધાર્મિક માન્યતા છે કે મહાશિવરાત્રિએ વ્રત રાખવાથી તમારી તમામ મનોકામનાઓ પૂરી થાય છે. આ દિવસે ભગવાન શિવને એક લોટા જળથી જ પ્રભાવિત કરી શકાય છે. તો જાણો કઈ 9 ચીજો આ ખાસ દિવસે શિવજીને ચઢાવવી જોઈએ. 

જળ

ભોલેનાથને જળ પ્રસન્ન છે તો તમે મહાશિવરાત્રિએ સવારે મંદિરે જઈને મંત્રોચ્ચાર સાથે શિવલિંગ પર જળ ચઢાવી લો. તેનાથી મનુષ્યનો સ્વભાવ શાંત થાય છે.

બિલિપત્ર

ભારતીય શાસ્ત્રોમાં બિલિપત્રને ભગવાન શંકરની ત્રીજી આંખ ગણાવવામાં આવી છે. તેમને આ ખૂબ જ પ્રિય છે. પૂજા કરવામાં બિલિપત્રનો ઉપયોગ કરવાથી તમામ મનોકામનાઓ પૂરી થાય છે. કહેવાય છે કે શિવજીને પ્રિય બિલિપત્ર ગંભીર બીમારીથી છૂટકારો અપાવે છે.

ખાંડ

માન્યતા છે કે ભગવાન શિવને ખાંડનો અભિષેક કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે. આમ કરવાથી મનુષ્યના જીવનથી ગરીબી ગાયબ થાય છે. તો તમે પણ ખાંડ અચૂક ધરાવો.

દૂધ

કહેવાય છે કે શિવજીને દૂધ અર્પણ કરવાથી હંમેશા હેલ્થ સારી રહે છે. સાથે બીમારીથી દૂર રહી શકાય છે. શિવજીને પ્રસન્ન કરવા શિવલિંગ પર ગાયનું કાચું દૂધ ચઢાવવું. તેનાથી મનોકામના પૂરી થાય છે. 

મધ

ભોલેનાથને મધ ચઢાવવાથી વાણીમાં મિઠાશ આવે છે. માન્યતા છે કે શિવજીને મધ ચઢાવવાથી રોગથી મુક્તિ મળે છે.

દહીં

ભોલેનાથને દહીં ચઢાવવાથી સ્વભાવ ગંભીર બને છે અને જીવનમાં આવનારી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે.

ભાંગ

માન્યતા છે કે ભાંગ ચઢાવવાથી ખામીઓ અને બુરાઈ દૂર થાય છે. શિવજીને ભાંગ પ્રિય છે. તમે શિવલિંગ પર ભાંગનો લેપ કે ભાંગના પાન ચઢાવી શકો છો. તેનાથી જીવનની નેગેટિવિટી દૂર થાય છે. 

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution