પુરુષ કબડ્ડી ટીમે ફાઇનલમાં ઈરાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, સપ્ટેમ્બર 2026  |   3168

ભારતની પુરુષ કબડ્ડી ટીમે એશિયન ગેમ્સમાં ઇતિહાસ રચી દીધો છે. ભારતીય ટીમે ફાઇનલમાં ઇરાનને હરાવીને ૯મી વાર એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. કાંટાની ટક્કરમાં ભારતે ઇરાનને ફાઇનલમાં ૪૦-૩૪થી હરાવ્યા. આ અગાઉ ભારતની મહિલા ટીમે પણ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ભારત માટે એશિયન ગેમ્સમાં આજનો દિવસ શાનદાર રહ્યો છે. મેન્સ અને વિમેન્સ કબડ્ડીમાં ભારતે બે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ બનાવી દીધો છે. ભારતના આ એશિયન ગેમ્સમાં ૪ ગોલ્ડ મેડલ સહિત કુલ ૨૮ મેડલ થઈ ગયા છે અને મેડલ ટેલીમાં ભારત ૧૨માંથી ૧૦માં નંબરે પહોંચી ગયું છે. ભારતીય ખેલાડીઓએ બીજા હાફમાં જાેરદાર વાપસી કરી. ઇરાન વિરુદ્ધ પહેલા હાફમાં પાછળ રહ્યા બાદ ભારતે આક્રમક રમત દેખાડી અને ઇરાનની ટીમને ઓલઆઉટ કરી લીડ બનાવી. મેચ ખતમ થવા સુધીમાં ૧૦ મિનિટ બાકી હતી. ત્યારે ભારતે ઇરાન પર પાંચ અંકની લીડ બનાવી હતી. ઇરાની ટીમ ભારતની વાપસીથી પ્રેશરમાં આવી ગઈ. ભારતે ત્યાર બાદ લીડને મજબૂત કરી. ખિતાબી મેચના પ્રથમ હાફમાં બંને ટીમો વચ્ચે જબરદસ્ત ટક્કર જાેવા મળી. મેચની શરૂઆતમાં ઇરાને આક્રમક રમત દેખાડતા પ્રેશર બનાવ્યું પણ ભારતીય ટીમે શાનદાર વાપસી કરી. ભારતે મુશ્કેલ ઘડીમાં શાનદાર સુપર ટેકલના દમ પર અંક મેળવ્યા અને ઇરાન પર લીડ બનાવી. જાે કે, ઇરાની ખેલાડીઓએ પલટવાર કરતા ભારતને ઓલઆઉટ કરી દીધું અને ૧૪-૧૩ની લીડ પ્રાપ્ત કરી. ત્યાર બાદ ભારતે વાપસીના પ્રયાસ ચાલુ રાખ્યા, પણ પ્રથમ હાફ ખતમ થવા સુધીમાં ઇરાન ૧૮-૧૭થી મામૂલી લીડ બનાવી રાખવામાં સફળ રહ્યું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution