/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

મેરાડોનાને શ્રધ્ધાંજલિ આપવાનું મેસીને પડયું ભારે, લાગ્યો 600 યુરોનો દંડ

બાર્સેલોના  

ફુટબોલ જગતના સ્વર્ગસ્થ દિગ્ગજ પ્લેયર ડિએગો મેરડોનાને શ્રધ્ધાંજલિ આપવા લિઓનેલ મેસીએ રવિવારે સ્પેનિશ લીગમાં રમાયેલી એક લીગ દરમ્યાન પોતાની જર્સી ઉતારી દીધી હતી. તેની આ પ્રકારની હરકતને લીધે નિયમનું ઉલ્લંઘન થતાં સ્પેનિશ સોકર ફેડરેશને મેસીને 600 યુરો (7ર0 ડોલર એટલે અંદાજે પર000 રૂપિયા)નો દંડ ફટકાર્યો છે. રવિવારે બાર્સેલોના અને ઓસાસુ વચ્ચે રમાયેલી મેચ બાદ ફેડરેશને આ દંડ ફટકાર્યો હતો. બાર્સેલોનાએ આ મેચ 4-0થી જીતી લીધી હતી. મેસીએ ગોલ કર્યા બાદ બોર્સેલોનાની જર્સી ઉતારીને મેરડોનાની જુની કલબ નેવેલ્સ ઓલ્ડ બોયઝની જર્સી પહેરી હતી અને હવામાં હાથ ઉઠાવીને કીસ કરી હતી. આ ઘટના બાદ મેસીએ એ જ જર્સીવાળા મેરડોનાનો ફોટો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો હતો. ફેડરેશને બાર્સેલોના પર પણ 180 યુરોનો દંડ લગાડયો હતો.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution