/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

કરજણ ટોલનાકા પાસે ઇસ્કોન પેપર મિલમાં ભીષણ આગ લાગતાં લાખોનું નુકસાન

વડોદરા : કરજણ ટોલનાકા પાસે ક્રાફ્ટ પેપર બનાવતી પેપર મિલમાં સમી સાજે અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી.આ આગની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડના ૧૫ જેટલા ફાયર ફાઇટરો ચાર બંબા સાથે પહોચી ગયા હતા.સાંજે લાગેલી આગ ભિષણ હોવાથી ચાર કલાક પછી પણ આગ પર કાબૂ મેળવવા ફાયર ફાઇટરો સતત પાણીનો મારો ચલાવી રહ્યો છે.આ આગની જવાળાઓ દુર સુધી દેખાતા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. કરજણ ટોલનાકા પાસે આવેલ ઇસ્કોન પેપર મિલ કંપનીમાં સમી સાંજે ૬-૩૦ વાગ્યાના સમયે અચાનક આગ લાગી હતી.આ આગની ઘટના વખતે કંપનીમાં પાંચ થી વધુ કર્મચારી કામ કરી રહ્યા હતા.આ કંપની ક્રાફ્ટ પેપરનું ઉત્પાદન કરે છે.અને જેના માટે પેપરની સાથે કેમિકલનો ઉપયોગ પણ કરવામાં આવે છે.આ આગ લાગતા જ કર્મચારીઓ કંપનીની બહાર દોડી ગયા હતા.અને કંપનીમાં કામ કરતા બિપીન પટેલે ફાયર બ્રિગેેડને જાણ કરતા જ ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કરીને ફાયર ફાઇટરોની ટીમની અને ચાર બંબા સાથે ફાયર ઓફિસર નિકંુજ આઝાદ રવાના થઇ ગયા હતા.અને મિલ પર પહોંચીને પહેલા પાણીના મારો ચાલુ કરાવની આગને કાબૂમા લેવાની કોશિશ કરી હતી.આ આગ પેપરને વધુ વિકરાળ બનતી હોઇ તેને કાબૂમાં લેવી મુશ્કેલ હોઇ કરજણ નગરપાલિકાના ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી હતી.આ ફાયર ફાઇટરોની ટીમ આગ કાબૂમાં લેવા ભારે જહેમત કરી રહ્યા છે.અને આ લખાઇ રહ્યું છે.ત્યારે પણ આગને કાબૂમાં લેવાની કોશિશ ચાલું છે.ઇસ્કોન પેપર મિલમાં ૧૨હજાર ટન પેપરનો સ્ટોરેજ રહેછે.અન અઢી લાખ સ્કેવર મીટરમાં આ મિલ વિસ્તરેલી હોઇ આગમાં સંપૂર્ણ મિલ ઝપટમાં આવી છે.અને આગની લપેટોને કારણે આગ અન્યત્ર ન પ્રસરે તે માટે આજુબાજુનો વિસ્તાર ખાલી કરી દેવામાં આવ્યો હતો.આગને કારણે સંપૂર્ણ મિલ ખાખ થઇ ગઇ હતી.અને લાખોના નુકસાનનો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે.આ આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણી શકાયું નથી.પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.અને કાયદો વ્યવસ્થા જાળવવાના પ્રયત્ન કરી રહી છે.આ ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલ નથી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution