વડોદરા, તા.૧ 

વન વિભાગ અને ગુજરાત એસપીસીએની ટીમે સંયુક્ત રીતે પાણીગેટ, વારસીયા,વાડી, કિસનવાડી વગેરે વિસ્તારમાં દરોડા પાડીને ધરોમાં પાંજરામાં ગેરકાયદે રાખવામાં આવેલા ૧૮ પોપટ કબ્જે કરીને ગેરકાયદે પોપટ પાંજરામાં કેદ કરી રાખનાર સામે કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત.એસ.પી.સી.એ. અને વન વિભાગ દ્વારા શહેરમાં ઘરમાં ગોંધી રાખવામાં આવેલ વન્ય જીવ મુક્ત કરવા હાથ ધરેલ કાર્યવાહી અંતર્ગત આજે શહેરના કેટલાક વિસ્તારમાં ઘરમાં વન્ય જીવ ગોંધી રાખવામાં આવેલ છે તેવી માહિતી મળતા વડોદરાઃ વન વિભાગના અધિકારી નિધિબેન દવે ને જાણ કરી જી.એસ.પી.સી.એના કાર્યકરો તેમજ વન વિભાગના સ્ટાફની એક ટીમ બનાવી વડોદરાઃ શહેરના કિસન વાડી વિસ્તાર ઉપેન્દ્ર ઠકોર ભાઈ રાઠોડના ઘરેથી ૧ પોપટ, આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે રહેતા ચાર્મીસ કહારના ઘરેથી ૫ નગ પોપટ, બાવચવડ માંથી અરવિંદ સોલંકીના ઘરેથી ૧નગ પોપટ, વારસીયા માંથી ભાનુંબેન કહારના ઘરેથી ૩ નગ પોપટ,કિશનવાડી સુશીલાબેન ભાઈ કહારના ઘરેથી ૨ નગ પોપટ,ગાયત્રી સોસાયટીમાં રહેતા રેશમા કોરના ઘરેથી ૨ નગ પોપટ અને બીજા ૪નગ પોપટ કબજે કરી કુલ ૧૮ નગ પોપટને મુક્ત કરાવ્યા હતા અને આગળ ની તપાસ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.