વડોદરા: શહેરના માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે સમયાંતરે વ્રજધામ સંકુલ પરિવાર તથા વૈશ્વિક સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા યોજવામાં આવેલ શ્રીમદ વિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રી ગુંસાઈજી પ્રાદુર્ભાવ મહોત્સવ પ્રસંગે વ્રજધામ સંકુલ ખાતે વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગથી અને ટીમ બિલ્ડ અપ સોલ્યૂશનસ અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વીવાયઓ સંયુક્ત ઉપક્રમે વીવાયઓ સ્કિલ ડેવલપમેન્ટ એકેડેમીનો પ્રારંભ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજના હસ્તે થયો હતો.આ પ્રસંગે એકેડેમી લોગો બોર્ડના ઇનોગ્રેશન માધ્યમથી પ્રારંભ થયો જેમાં મેયર કેયુરભાઈ રોકડીયા, ભા.જ.પા ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઇ ભટ્ટ, વ્રજધામ સંકુલ અને વ્યોના ટ્રસ્ટીઓ તથા ટીમ બિલ્ડ અપના સદસ્યો વિશેષરૂપે જાેડાયા હતા. આ એકેડેમીના માધ્યમથી વિશેષ ૮વર્ષ થી ૨૦વર્ષના બાળકો અને યુવાનો જીવન ઘડતરને લગતા અનેક વિષયો અર્થે અમૂલ્ય માર્ગદર્શન અને ટ્રેનિંગ પ્રાપ્ત કરી શકશે. વિશેષ રૂપે કોર્પોરેટ ટ્રેનિંગ , એન્ટરપ્રિન્યોરશીપ લર્ન્િંાગ પ્રોગ્રામ , બિઝનેસ ગ્રોથ ટ્રેનિંગ પ્રોગ્રામ , લાઈફ સ્કીલ ડેવલ્પમેન્ટ પ્રોગ્રામ અને પર્સનલ કાઉન્સીલીંગ જેવા અનેક રચનાત્મક વિષયોના સર્ટિફિકેટ કોર્સીસનો યુવાનો માટે શરુ કરાશે.