લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓગ્સ્ટ 2026 |
1683
આણંદ જીલ્લામાંથી પસાર થતી મહિસાગર ના પટમાંથી મોટાપાયે ગેરકાયદે રેતી ખનન થતું હોય બે દિવસ પૂર્વ ગંભીરા વિસ્તારમાં ખાણખનીજ વિભાગ સપાટો બોલાવી બે ઇટાચી મશીન સાથે બે ડમ્પર જપ્ત કર્યા બાદ પુન: જીલ્લાના બિલપાડ વિસ્તારમાં મહિસાગર ના પટમાંથી ગેરકાયદે રેતી ખનન પર પુન: ખાણખનીજ વિભાગ ત્રાટકી એક જેસીબી તથા ચાર ડમ્પર જપ્ત કરતાં રેતી માફિયાઓમા ફફડાટ વ્યાપી જવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર આણંદ જીલ્લામાંથી પસાર થતી મહિસાગર ના પટમાંથી મોટાપાયે ગેરકાયદે રેતી ખનન થતું હોવાના પગલે એસએમસી હોય કે સ્થાનિક ખાણખનીજ વિભાગ દ્વારા દરોડા પાડી લાખોના મુદ્દામાલ કબજે કરી સમયાંતરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોવા છતાં રેતી માફિયાઓ કોઇપણ ડર વગર ગેરકાયદે રેતી ખનન કરતા હોય શું આ પાછળ રાજકીય ઓથ? જેવા સવાલ વચ્ચે આણંદના બિલપાડ વિસ્તારમાંથી પસાર થતી મહિસાગર પટમાંથી મોટાપાયે ગેરકાયદે રેતી ખનન થતું હોવાની જાણ આણંદ ખાણખનીજ વિભાગ ને થતાં વિભાગના સંકેત પટેલ તથા પાવન બારોટે સ્થળ પર ત્રાટકી એક જેસીબી મશીન તથા ચાર ડમ્પર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં રેતી માફિયાઓમા ફફડાટ વ્યાપી જવા પામ્યા નું જાણવા મળેલ છે.