લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જુલાઈ 2026 |
2871
મુખ્યમંત્રીએ રાજ્યના તમામ વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં સ્થાનિક મંત્રી તેમજ પ્રભારી મંત્રીઓને તાત્કાલિક સ્થળ મુલાકાત લેવા સૂચના આપી છે. દરેક જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી, નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવતી સુવિધાઓ તેમજ આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની જાતે સમીક્ષા કરવા પણ મંત્રીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે.સરકારે સ્પષ્ટ કર્યું છે કે વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી હોય ત્યાં તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવશે. ગુજરાતમાં વરસાદને કારણે અનેક વિસ્તારો પૂરગ્રસ્ત બન્યાં છે ત્યારે રાજ્યના સૌથી વધુ અસરગ્રસ્ત એવા સુરત અને વલસાડ જીલ્લાની મુલાકાતે મુખ્યમંત્રી આવતીકાલે પહોંચશે ત્યારે વરસાદને કારણે બેહાલ લોકોની મદદે રાજ્યના મંત્રીઓને મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે. બીજીતરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં વરસાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરો, પોલીસ અધિક્ષકો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનરો સાથે સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.બેઠકમાં સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, દાહોદ, પંચમહાલ, મહીસાગર, મહેસાણા, સુરેન્દ્રનગર, ડાંગ અને તાપી સહિતના જિલ્લાઓની વરસાદી સ્થિતિ, નદીઓના જળસ્તર, નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ તેમજ રાહત અને બચાવ કામગીરી અંગે વિગતવાર માહિતી લેવામાં આવી હતી.હર્ષ સંઘવીએ તમામ જિલ્લા વહીવટી તંત્રને ૨૪ કલાક એલર્ટ રહેવા, કંટ્રોલ રૂમ સતત કાર્યરત રાખવા અને કોઈપણ પ્રકારની કટોકટીમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આપત્તિના સમયમાં નાગરિકોની સુરક્ષા અને તેમને જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવવી રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.બેઠક દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય તો દ્ગડ્ઢઇહ્લ અને જીડ્ઢઇહ્લની ટીમોને વિલંબ વિના તૈનાત કરવા અને જાેખમી વિસ્તારોમાંથી લોકોને સમયસર સુરક્ષિત સ્થળે ખસેડવા અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા હતા. સાથે જ આશ્રયસ્થાનોમાં ભોજન, પીવાનું પાણી, આરોગ્ય સેવા અને અન્ય જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવા પણ સૂચના આપવામાં આવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી સાથે ભારે વરસાદ અને પાણી ભરાવાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાત કરીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ અને તેના પરિણામે પાણી ભરાવાની પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. ચર્ચામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીની પ્રગતિ અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તમામ સંબંધિત એજન્સીઓ અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત પહોંચાડવા માટે સંકલનમાં કામ કરી રહી છે. ગૃહમંત્રી શ્રી શાહે મુખ્યમંત્રીને ખાતરી આપી હતી કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દરેક કુદરતી આફત દરમિયાન રાજ્ય સાથે ખભે ખભો મિલાવીને ઉભી છે.
વરસાદમાં મૃત્યુ પામેલા ૧૧ નાગરિકોને શ્રદ્ધાંજલિ
મંત્રીમંડળની બેઠકની શરૂઆત ભારે વરસાદ દરમિયાન દીવાલ અને વૃક્ષ ધરાશાયી થવા તેમજ વીજળી પડવા જેવી ઘટનાઓમાં જીવ ગુમાવનારા ૧૧ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી.મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળે દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.