ઁસ્ મોદી જ ઝ્રઈઝ્ર જ્ઞાનેશ કુમારનું રાજીનામું લેશે: ઝ્રઉઝ્રની બેઠકમાં રાહુલ ગાંધીનો દાવો 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, સપ્ટેમ્બર 2026  |   2772

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે મુખ્ય ચૂંટણી કમિશનર( વિવાદ પર મોટું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનરે પદ છોડવું જ પડશે અને તેમનું રાજીનામું વડાપ્રધાન પોતે કરાવશે. આ દરમિયાન તેમણે બેઠકમાં ૩ મહત્ત્વના પ્રસ્તાવો રજૂ કર્યા હતા અને ચૂંટણી પ્રક્રિયામાં કથિત ગોટાળા સામે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી હતી. ઝ્રઉઝ્રની બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘તમને લોકો(નેતાઓ)ને મારામાં વિશ્વાસ નથી. તમે વિશ્વાસ નથી કરતા પરંતુ હું તમને કહું છું, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પાસે બેઠક માટે ગયો ત્યારે તેમણે કહ્યું કે અમે પણ એ જ કરી રહ્યા છીએ, જે ઇન્દિરા ગાંધી કરતાં હતાં. બેઠકમાં તેમણે એમ પણ કહ્યું કે તેમને ખબર છે અને તેમણે પોતે મને કહ્યું કે, અમે જઈશું ત્યારે તમે આવશો. જાે તેઓ એવો વિશ્વાસ રાખતા હોય કે અમે સત્તામાં આવીશું, તો તમે પણ મારા પર ભરોસો રાખો. ઇન્ડિયા ગઠબંધનની બેઠક બાદ અમે નક્કી કરીશું કે રામલીલા મેદાનમાં રેલી કરવી કે રાજ્યોમાં. રામલીલા મેદાનમાં મોટી રેલી યોજવાનો પ્રસ્તાવ અમે મૂકીશું. ચૂંટણી પંચ સામેના વિરોધ પ્રદર્શન અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ‘જ્ઞાનેશ કુમારરાજીનામું આપે તો સારું અને ન આપે તો વધારે સારુંપ કેમ કે અમારું આંદોલન સતત ચાલુ રહેશે. જ્યાં સુધી તેઓ પદ પરથી નહીં હટે ત્યાં સુધી અમે આ મુદ્દે અડગ રહીશું.’કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના અધ્યક્ષપદે યોજાયેલી આ બેઠકમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, કે.સી. વેણુગોપાલ અને જયરામ રમેશ સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution