લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓગ્સ્ટ 2026 |
1683
ગોધરામાં પોલીસ કોન્સ્ટેબલ પત્ની પર જીવલેણ હુમલો કરનાર પતિના રહસ્યમય મોત અને ત્યારબાદની તપાસમાં આજે એક મહત્વનો વળાંક આવ્યો છે. ઘટનાના ચોથા દિવસે (૨૨ ઓગસ્ટ, શુક્રવારે) સેવાલિયા ખાતેથી પસાર થતી મહીસાગર નદીના પેટાળમાંથી મૃતક મહિપાલસિંહ ઝાલાનું એક્ટિવા મળી આવ્યું છે. આ શોધખોળ બાદ પોલીસ તપાસ વધુ તેજ બની છે.
ગોધરાના વાવડી ખુર્દ ગામે રહેતા અને ડીજેનો વ્યવસાય કરતા મહિપાલસિંહ કિરણસિંહ ઝાલાએ ગત ૧૭ અને ૧૮ ઓગસ્ટની રાત્રે પંચમહાલ જિલ્લા પોલીસ વડાની કચેરીમાં ફરજ બજાવતી પોતાની પત્ની મીનાબેન ઝાલા પર ધારીયા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મીનાબેનના માથા અને હાથ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલા બાદ મહિપાલસિંહ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ ઘટનાના બીજા જ દિવસે, ૧૯ ઓગસ્ટે સેવાલિયા ગામમાં મહીસાગર નદીના કિનારે આવેલા એક બાવળના ઝાડ પર મહિપાલસિંહની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. મૃતદેહના માથા પર ઈજાના નિશાન અને કપડાં પર લોહીના ડાઘા હોવાથી આ કેસ આત્મહત્યા છે કે હત્યા, તે અંગે ગંભીર સવાલો ઉભા થયા હતા. મૃતકના ભાઈ જયપાલસિંહ ઝાલાએ હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
આજે (૨૨ ઓગસ્ટે) સેવાલિયા પોલીસ દ્વારા તપાસના ભાગરૂપે મહીસાગર નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક અનુભવી તરવૈયાઓની મદદથી સતત પાંચ કલાકની ભારે જહેમત બાદ નદીના ઊંડા પાણીમાંથી મહિપાલસિંહનું એક્ટિવા મળી આવ્યું છે. પોલીસ હવે આ મુદ્દા પર તપાસ કરી રહી છે કે શું આ એક્ટિવા જાણીજાેઈને નદીમાં ફેંકવામાં આવ્યું હતું કે અન્ય કોઈ ઘટના બની છે. આ કેસની તપાસ કરવા માટે સેવાલિયા પોલીસ ઉપરાંત ન્ઝ્રમ્, હ્લજીન્ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) અને ડોગ સ્ક્વોડની ટીમો કામે લાગી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ, મોબાઈલ ડેટા એનાલિસિસ અને ઘટનાસ્થળે મળેલા પુરાવાઓના આધારે સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.