લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, ઓગ્સ્ટ 2026 |
1881
અમદાવાદના પ્રખ્યાત નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે ૨ વર્ષના લાંબા સમયગાળા બાદ બોટિંગ સેવાઓ પુન: શરૂ થવા જઈ રહી છે. ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા આ માટે ૧૦૦ મિકેનાઇઝ્ડ (યાંત્રિક) બોટ ખરીદવામાં આવી છે અને ટૂંક સમયમાં જ સ્થાનિક નાવિકોને આ બોટ ચલાવવાની તાલીમ આપવામાં આવશે. જૂન ૨૦૨૪માં વડોદરાના હરણી તળાવમાં સર્જાયેલી દુર્ઘટના બાદ સલામતીના કારણોસર નળસરોવર ખાતે બોટિંગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું હતું.
નળસરોવરમાં વપરાતી સ્થાનિક હોડીઓ લાયસન્સ અને રજીસ્ટ્રેશનના જરૂરી ધોરણો પૂર્ણ કરતી ન હતી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રવાસન વિભાગ અને વન વિભાગે સંયુક્ત રીતે રજિસ્ટર્ડ નાવિકોને પ્રમાણભૂત અને સુરક્ષિત બોટ પૂરી પાડવાનો ર્નિણય લીધો છે. બોટિંગ પરના પ્રતિબંધના કારણે સ્થાનિક નાવિકો કે જેઓ એક સીઝનમાં અંદાજે ૫૦૦૦૦ જેટલી કમાણી કરતા હતા, તેઓની રોજીરોટી છીનવાઈ ગઈ હતી. સતત ૨ સીઝન સુધી કોઈ બિઝનેસ ન મળતાં નાવિકો આર્થિક સંકટમાં મુકાયા હતા. આ બોટિંગ સેવાઓ ફરી શરૂ થવાથી નાવિકોને મોટી આર્થિક રાહત મળશે અને પ્રવાસીઓની આવક વધતાં સ્થાનિક રોજગારીને પણ વેગ મળશે.