/
આ સીઝનના પહેલા કરોડપતિ બન્યા નાઝિયા નસીમ,શું જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપશે?

મુંબઇ  

લોકપ્રિય શો 'કૌન બનેગા કરોડપતિના તાજેતરના એપિસોડમાં કંટેસ્ટેંટ નાઝિયા નસીમને હોટસીટ પર બેસવાની તક મળી. નાઝિયા નસીમ આ સીઝનની પહેલી કરોડપતિ કંટેસ્ટેંટ પણ બની ગઇ છે. શો મેકર્સ તરફથી શોનો એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. 

રિલીઝ કરવામાં આવેલા પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે નાઝિયાએ એક કરોડના પ્રશ્નનો સાચો જવાબ આપી દીધો છે. અમિતાભ પણ જોશ સાથે આ જાહેરાત કરી રહ્યા છે તેમણે એક કરોડ રૂપિયા પોતાના નામે કરી લીધા છે. આ સાથે જ નાઝિયા આ સીઝનની પહેલી કરોડપતિ કંટેસ્ટેંટ બની ગઇ છે. આ એક કરોડના પ્રશ્ન સુધી ઘણા કંટેસ્ટેંટ પહોંચી જાય છે, પરંતુ તે એક પ્રશ્નનો સાચો જવાબ આપવો ખૂબ મુશ્કેલ સાબિત થાય છે. પરંતુ તેમણે કમાલ કરી બતાવી છે. 

એક કરોડ બાદ નાઝિયાની સમક્ષ સાત કરોડનો પ્રશ્ન પણ આવે છે. જો નાઝિયા તે પ્રશ્નનો પણ સાચો જવાબ આપે છે તો તે ઇતિહાસ રચી દેશે. પરંતુ હંમેશાની માફક અમિતાભ બચ્ચન, નાઝિયાને સાવધાન કરી રહ્યા છે. તે તેમને સમજી વિચારીને રમવાની સલાહ આપે છે. હવે આત્મવિશ્વાસથી ભરપૂર નાઝિયા કહેતી જોવા મળે છે કે તે હંમેશા રિસ્ક લેતી અવી છે, એવામાં અત્યારે પણ રિસ્ક લેશે, એટલે કે નાઝિયા 7 કરોડનો જેકપોટ પ્રશ્ન રમવા જઇ રહી છે. તે કદાચ ક્વિટ નહી કરે. આ શોને 11 નવેમ્બરના રોજ ટેલીકાસ્ટ કરવામાં આવશે. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution