SIR બાદ મતદારયાદીમાંથી પિતાનું નામ કમી થતાં નવજાતને જન્મદાખલો મળતો નથી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, નવેમ્બર 2026  |   1683

પશ્ચિમ બંગાળના કૂચ બિહાર જિલ્લામાં નવજાત બાળકીના જન્મ પ્રમાણપત્રને લઈને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન  દરમિયાન બાળકીના પિતાનું નામ મતદાર યાદીમાંથી કમી થઈ જતાં જન્મ પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ છે. પરિવાર છેલ્લા બે મહિનાથી વધુ સમયથી સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કૂચ બિહારના અબ્દુલ હબીબની પત્ની અમીના ખાતુને ૮ સપ્ટેમ્બરે દિનહાટાની સરકારી હોસ્પિટલમાં બાળકીના જન્મ આપ્યો હતો. પરિવારના જણાવ્યા અનુસાર, જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી રહેઠાણના દાખલા માટે તેઓ સ્થાનિક પંચાયત કચેરીએ ગયા હતા. ત્યાં તેમને જાણવા મળ્યું કે હબીબનું નામ મતદાર યાદીમાં કમી થઈ ગયું છે.હબીબના જણાવ્યા મુજબ, જીૈંઇ પ્રક્રિયા ચાલી રહી હોવાથી અધિકારીઓએ રહેઠાણનો દાખલો આપવાની પ્રક્રિયા આગળ વધારી નહોતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે મતદાર યાદીમાં તેમના નામની સ્થિતિનો તેમની નવજાત દીકરીના જન્મ પ્રમાણપત્ર સાથે શું સંબંધ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution