લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, ઓગ્સ્ટ 2026 |
1287
જાે તમારા નામે ૯ સિમ કાર્ડ એક્ટિવ હોય તો તમને નવું સિમ કાર્ડ નહીં મળે. સરકારે ગુરુવારે ટેલિકોમ કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે જે ગ્રાહકોના નામે પહેલેથી નિર્ધારિત મર્યાદા એટલે કે ૯ મોબાઇલ કનેક્શન છે, તેમને કોઈ પણ નવું સિમ કાર્ડ જારી કરવામાં ન આવે. આ નિયમ આ મહિનાની ૨૪ તારીખથી દેશભરમાં લાગુ પડશે. દૂરસંચાર વિભાગ મુજબ, જાે તમે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સિમ લેવા દુકાને જશો, તો કંપનીઓ તમને નવું કનેક્શન આપવાની ના પાડી દેશે. આ સાથે તમને એ પણ જણાવવામાં આવશે કે તમારા નામે પહેલાથી જ મહત્તમ સિમ કાર્ડ ચાલુ છે, તેથી નવું સિમ આપી શકાશે નહીં. ડિજિટલ સિસ્ટમથી ખબર પડશે કેટલી સિમ એક્ટિવ છે
જાે તમે વિચારી રહ્યા છો કે અલગ-અલગ કંપનીઓ પાસેથી સિમ લઈને તમે બચી જશો, તો એવું નહીં થાય. સરકારે ટેલિકોમ કંપનીઓને ‘ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ’ નો ઉપયોગ કરવા જણાવ્યું છે.આ પોર્ટલ પર દેશના તમામ મોબાઇલ યુઝરનો ડેટા ઉપલબ્ધ છે.નવું સિમ એક્ટિવેટ કરતા પહેલા કંપનીઓ આ પોર્ટલ પર તપાસ કરશે કે તમારા નામે કુલ કેટલા સિમ ચાલી રહ્યા છે.૨૩ ઓગસ્ટથી ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ પર એક નવું ફીચર ઉમેરી રહી છે.