લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જુલાઈ 2026 |
3069
ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા પહેલાં અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે હથિયારો સામે મોટી કાર્યવાહી કરતાં કરણસિંહ ઉર્ફે કાંચીડા સોલંકીની ધરપકડ કરી. આરોપી પાસેથી રૂ. ૮૨ હજારની કિંમતના ૬ હથિયારો અને ૨૧ જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા.ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન કરણસિંહ ઉર્ફે કાંચીડા સોલંકી પાસેથી ચાર દેશી તમંચા, એક પિસ્તોલ અને એક બાર બોરનો તમંચો મળી આવ્યો હતો. ઉપરાંત ૨૧ જીવતા કારતૂસ પણ કબજે કરવામાં આવ્યા. પોલીસે આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી.
રથયાત્રા પહેલા હથિયાર સાથે એક આરોપી ઝડપાયો હતો. ક્રાઈમ બાન્ચએ બાતમીના આધારે ઝુંડાલ પાસેથી એક આરોપી ઝડપ્યો.આરોપી પાસેથી દેશી બનાવટના ૪ તમંચા, ૧ પિસ્તલ, ૧ બારબોર તમંચો અને ૨૧ જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવી.આરોપી પાસેથી કુલ ૮૮ હજારનો મુદ્દામાલ કબજે કર્યો.મૂળ મધ્યપ્રદેશના કરણસિંહ ઉર્ફે કાંચીડાની ગેરકાયદે હથિયારો સાથે ધરપકડ ગ્વાલિયરના ‘મહારાજ’ નામના શખ્સ પાસેથી હથિયાર લાવ્યો હોવાનું સામે આવ્યું.ક્રાઈમ બ્રાન્ચે ૨ શખ્સ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. પકડાયેલો આરોપી અગાઉ પણ હથિયારની હેરાફેરીના અનેક ગુનાઓ આચરી ચુક્યો હતો.