નકલી દારૂનો એક ઘૂંટડો અને મોત! મિથેનૉલ કેવી રીતે બનાવે છે દારૂને ઝેર?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, ઓગ્સ્ટ 2026 | 1881
ભાવનગરમાં નકલી વિદેશી દારૂના સેવન બાદ મોતની ઘટના સામે આવી છે. મીડિયા અહેવાલો મુજબ મૃત્યુઆંક 7 સુધી પહોંચ્યો છે, જ્યારે અનેક લોકો સારવાર હેઠળ છે. તપાસમાં દારૂમાં ઝેરી કેમિકલની ભેળસેળનો એંગલ સામે આવ્યો છે.
નકલી દારૂમાં મિથેનૉલ જેવા ઝેરી રસાયણની હાજરી શરીર માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. મિથેનૉલ પોઇઝનિંગથી દ્રષ્ટિ ધૂંધળી થવી, ઉલટી, ચક્કર અને ગંભીર સ્થિતિમાં મોત પણ થઈ શકે છે.