લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, જુલાઈ 2026 |
3069
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, જંતર-મંતર પર ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો. આંદોલનના અગ્રણી અભિજીત દિપકેએ મંચ પરથી રાજીનામાની જાહેરાત કરી હતી. ઉજવણી વચ્ચે ભીડને સંબોધતા, દીપકે કહ્યું કે, અમે તે કર્યું. લોકો કહેતા હતા કે આ સરકારમાં રાજીનામા નથી થતાં, પણ અમે તે કરી બતાવ્યું. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. આપણે તે કર્યું. તેમણે શું કહ્યું, કે આ સરકારમાં રાજીનામા નથી થતા? અમે કહેવા માગીએ છીએ કે ઝૂકતી હૈ દુનિયા ઝુકાનેવાલા ચાહિયે. પોતાની વાત ચાલુ રાખતા, કોકરોચ જનતા પાર્ટીના સ્થાપકે કહ્યું કે આ રાજીનામું એ વાતનો પુરાવો છે કે જાે જનતા ડરતી નથી અને સરકાર સામે નમી નથી, તો આપણે કોઈના રાજીનામા માટે દબાણ કરી શકીએ છીએ. "આપણે ડરવાની જરૂર નથી. આ લોકશાહી છે. તેમણે રાજીનામું આપી દીધું છે. પરંતુ હવે અમારી બે માગણીઓ છે. દ્ગઈઈ્ પેપર લીક પછી આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને ૧ કરોડ રૂપિયાનું વળતર આપવું જાેઈએ. અને બીજી માંગણી એ છે કે ૨૦ જુલાઈના રોજ ગુંડાઓની જેમ વર્તન કરનારા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવી જાેઈએ. જેથી તેઓ કોકરોચ સાથે ચેડા ન કરવાનું સમજી શકે. આ સમગ્ર ઘટનાનો વીડિયો કોકરોચ જનતા પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો.