/
કેવડીયાની રેલ યાત્રાના સાક્ષી બનેલા લોકો ભાવવિભોર

રાજપીપળા,  રવિવારે બપોરે અમદાવાદથી કેવડીયા ખાતે આવી પહોંચેલી જનશતાબ્દિ ટ્રેનના રેલ યાત્રીઓ આ ગરીમામયી ઐતિહાસિક ઘટના અને પ્રારંભિક રેલ યાત્રાના સાક્ષી બનેલા રેલ યાત્રીઓ અનેરા આનંદ, ઉત્સાહ અને ઉમંગથી ભાવવિભોર થયા હતા. બનાસકાંઠા જિલ્લાના વતની અને દિવ્યાંગ યાત્રી ગેનાભાઇ પટેલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, અમદાવાદથી-કેવડીયા જનશતાબ્દી ટ્રેનમાં બેસીને હું આવ્યો છું જેમાં, તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અમને કોઇપણ પ્રકારની મુશ્કેલી પડી નથી તેમણે વધુમાં કહ્યું કે, કેવડીયા એ એકતાનું પ્રતિક છે. રેલ સેવાઓથી પ્રવાસન ક્ષેત્રના વિકાસની સાથોસાથ સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી દેશ વિદેશમાં ગુજરાતની એક નવી ઓળખ પ્રસ્થાપિત થશે, તેવો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. નડીયાદ-મહેમદાબાદ કોલેજનાની છાત્રા સુશ્રી મીનલબેન મકવાણાએ કહ્યું હતું કે, આજનો દિવસ આનંદ અને ગૌરવનો દિવસ છે. હું પ્રથમ વખત ટ્રેનમાં બેસીને અહીં આવી છું મને અહી આવીને ખૂબજ આનંદ થયો છે અને તે બદલ તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution