/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

પેટ્રોલ અને ડીઝલના ફરીથી વધ્યા ભાવ, જયપુરમાં પેટ્રોલના ભાવની સેન્ચુરી

દિલ્હી-

બુધવારે એક વાર ફરીથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. આજે પેટ્રોલના ભાવમાં ૨૫ પૈસા અને ડીઝલના ભાવમાં ૧૪ પૈસા પ્રતિ લિટર સુધીનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે મંગળવારે રાતો ઈંધણના ભાવ સ્થિર હતા પરંતુ આજે ફરીથી વધી ગયા છે ત્યારબાદ પેટ્રોલ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયુ છે. તમને જણાવી દઈએ કે સોમવારે ડીઝલના ભાવોમાં ૩૦થી ૩૧ પૈસાનો અને પેટ્રોલની કિંમતમાં ૨૮થી ૨૯ પૈસાનો વધારો થયો છે. વધતા ભાવોના કારણે ડીઝલની કિંમત પણ ઘણા શહેરોમાં ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ૫ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી ૨૬ વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ચૂક્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ કે હાલમાં સરકારની આવક ઘટી ગઈ છે. આવક ઘટવાના કાણે ખર્ચ વધી ગયો છે. હું એ વાતને સ્વીકારુ છુ કે ઈંધણના વધતા ભાવોથી લોકોને મુશ્કેલી થઈ રહી છે પરંતુ સરકાર પર ખર્ચાનો બોજ વધુ છે એવામાં ઈંધણના ભાવ અત્યારે ઘટાડી શકાય નહિ.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution