લંડન-

કોરોના રોગચાળાને કારણે વિશ્વભરના દેશોને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. બ્રિટન પણ એમાંથી બાકાત નુથી બ્રિટનની કંપનીઓ પર આરોપ લાગ્યો છે આ કંપનીઓ આર્થિક ક્ષતિથી ઊભવા માટે વિવાદાસ્પદ ઉપાય ફાયર એન્ડ રિ-હાયર કરવાની નીતિ અપનાવી રહી છે. ફાયર એન્ડ રિ-હાયર એક એવી નીતિ છે, જેમાં પહેલા તો કર્મચારીને પાણીચું પકડવામાં આવે છે અને પછી એ કંપની દ્વારા મનમાની શરતોએ તેને પાછો નોકરી પર રાખવામાં આવે છે.

આ સ્કીમને કારણે જે કર્મચારીઓ આર્થિક રીતે નબળા હોય છે અથવા તેમની પાસે નોકરી માટે બીજાે કોઈ વિકલ્પ નથી હોતો, તેમને કંપની મનમાની શરતો અછવા ફરી પહેલાંથી ઓછા પગારે કામ કરવા માટે મજબૂર થવું પડે છે. ગયા મહિને એપ્રિલમાં બ્રિટિશ ગેસના કર્મચારીઓ નવી શરતો સ્વીકારવાથી ઇનકાર કર્યો તો કંપનીએ આશરે ૫૦૦ એન્જિનિયરોને કાઢી મૂક્યા હતા.ગયા વર્ષે બ્રિટિશ એરવેઝના કર્મચારીઓના પ્રસ્તાવિત ફાયર એન્ડ રિ-હાયર નીતિને લઈને રાષ્ટ્રીય એરલાઇનના મેનેજમેન્ટ માટે વિવાદ થયો હતો. આ સિવાય વર્ષ ૨૦૧૯માં સુપર માર્કેટની દિગ્ગજ કંપની એસ્ડાએ પણ આ નીતિને કારણે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

બ્રિટનમાં ફાયર એન્ડ રિ-હાયરની મંજૂરી છે, પણ વડા પ્રધાન બોરિસ જાેન્સને એને અસ્વીકાર્ય ઘોષિત કરી છે. કેટલાંક ટ્રેડ યુનિયનો અને મુખ્ય વિપક્ષી લેબર પાર્ટી આ નીતિ પર પ્રતિબંધની માગ કરી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફાયર એન્ડ રિ હાયર નીતિ કાર્યસ્થળે એક બીમારી બની રહી છે.ટ્રેડ યુનિયન કોંગ્રેસના વિદ્યાર્થી જૂથને ૨૨૩૧ ક્ષમિકો પર સર્વેક્ષણ કર્યું હતું, જેમાં તેમને માલૂમ પડ્યું હતું કે આ નીતિને કારણે ૧૦માંથી એક શ્રમિકને બદતર પરિસ્થિતિ અથવા ફારગતીનો સામનો કરવો પડ્યો હતો.