મુંબઈ-

સેન્સેક્સે 50,000નો આંકડો પાર કર્યાને હજી થોડા દિવસો થયા છે.  અહીં પહોંચી જઈને બજારે નવો રેકોર્ડ કર્યો હતો. પરંતુ ગયા અઠવાડિયે સેન્સેક્સની પીછેહઠ જોવાઈ છે. એક જ અઠવાડિયામાં સેન્સેક્સ 3,000 પોઈન્ટ સુધી તૂટી ગયો છે. કેટલાંક નિષ્ણાતો હવે બજારમાં સુધારાની આગાહી કરીને બેઠા છે ત્યારે કેટલાંક સવાલો રોકાણકારો પૂછી રહ્યા છે, જેવા કે- આ તબક્કે ટેક્સ સેવિંગ સ્કીમમાં રોકાણ કરવું કે કેમ, અને કરવું તો કઈ રીતે. 

રોકાણકારોએ આ બાબતે જાણવું જોઈએ કે ટેક્સ સેવિંગ માટે હવે તેમની પાસે બે જ મહિના બચ્યા છે. બજારમાં ક્યારે કડાકો આવે કે ઉછાળો આવે એ નક્કી નથી. આવી અનિશ્ચિત સ્થિતીમાં રોકાણકારે લાંબા સમયની ઈએલએસ યોજનાઓમાં રોકાણ કરવું હિતાવહ છે. આવા રોકાણને પગલે જો 5 થી 6 ટકા સુધીનો બજારમાં સુધારો આવે તો પણ ભાગ્યે જ તેની અંતીમ રીટર્ન પર કોઈ અસર થતી હોય છે. પરંતુ ટૂંકાગાળાની અનિશ્ચિતતાથી બચવા અને તમે બજારના ઉચ્ચત્તમસ્તરે રોકાણ નથી કર્યું એનો સંતોષ રાખવા માટે તમારે દર અઠવાડિયે રોકાણ કરવું જોઈએ. આઠેક ટૂકડામાં રોકાણ કરવાથી તમને એવરેજીંગનો ફાયદો થઈ શકે. 

પોર્ટફોલિયોમાં ફેરફાર તો અનેક પરીબળો પર આધારીત હોય છે, જેમાં તમારી ટૂંકાગાળાની જરૂરત, કે પૂરતી લિક્વીડિટી. જો તમારે એવી કોઈ જરૂરત ન હોય અને પૂરતી લિક્વીડિટી હોય તેમજ નિયમિત સમીક્ષા કરીને મ્યુચ્યુઅલ ફંડમાં લાંબાગાળાનું રોકાણ કરતા હોવ તો તમારે ભાગ્યે જ પોર્ટફોલિયો બદલવાની જરૂર પડે છે.