દિલ્હી-

બૅન્કોએ માઇક્રો, સ્મૉલ ઍન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીઝ (એમએસએમઇ) ક્ષેત્ર માટેની ત્રણ લાખ કરોડ રૂપિયાની ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગૅરન્ટી સ્કીમ (ઇસીએલજીએસ) હેઠળ 42 લાખથી પણ વધુ વેપાર એકમોને કુલ 1.63 લાખ કરોડ રૂપિયાની લોન મંજૂર કરી હોવાનું નાણા મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું.જાેકે, કોવિડ-19ની મહામારી અને એને પગલે લાગુ કરાયેલા લૉકડાઉનને લીધે 10મી સપ્ટેમ્બર સુધીમાં પચીસ લાખ એમએસએમઇ યુનિટોને 1.18 લાખ કરોડ કરતાં વધુ રૂપિયા છૂટા કરવામાં આવ્યા હતા.મે મહિનામાં નાણાં પ્રધાન ર્નિમલા સીતારામન દ્વારા જાહેર કરવામાં આવેલી 20 લાખ કરોડ રૂપિયાની ‘આર્ત્મનિભર ભારત અભિયાન’ યોજના હેઠળ છૂટી કરવામાં આવેલી આ સૌથી મોટી રકમ છે. નાણાં મંત્રાલયે આર્ત્મનિભર અભિયાન હેઠળની વિવિધ યોજનાઓના અમલમાં થયેલી પ્રગતિની વિગત શૅર કરવાની સાથે નિવેદનમાં જણાવ્યું હતું કે ‘10 સપ્ટેમ્બરના રોજના આંકડા મુજબ જાહેર ક્ષેત્રીય બૅન્કો તથા ૨૩ પ્રાઇવેટ બૅન્કોના આંકડા અનુસાર 42,01,576 ધિરાણ લેનારાઓને કુલ 1,63,26.49 કરોડ રૂપિયાનું વધારાનું ધિરાણ મંજૂર કરાયું છે. એમાંથી 25,01,999 એકમોને 1,18,138.64 કરોડ રૂપિયા છૂટા કરવામાં આવ્યા છે.

નાણાં મંત્રાલયે ઇન્કમ ટૅક્સના રિફંડ સંબંધમાં કહ્યું હતું કે ‘1 એપ્રિલ, 2020થી 8 સપ્ટેમ્બર, 2020 સુધીમાં 27.55થી પણ વધુ કરદાતાઓને 1,01,308 કરોડ રૂપિયા મોકલી દેવાયા છે.