/
2001માં થયેલા સંસદ હુમલાને PM મોદીએ યાદ કર્યો , સુરક્ષા જવાનોને આપી શ્રદ્ધાંજલી

દિલ્હી-

13 ડિસેમ્બર 2001ના રોજ આજના જ દિવસે પાકિસ્તાની પ્રાયોજિત આતંકવાદીઓએ ભારતની સંસદ પર હુમલો કર્યો હતો. પાંચ આતંકવાદીઓએ સંસદ પરિસરમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી. આ દિવસે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યાદ કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, 'આપણે 2001માં આજના દિવસે આપણી સંસદ પર થયેલ કાયરતાપૂર્ણ હુમલાને ક્યારેય ના ભૂલી શકીએ. અમે એવા લોકોની વીરતા અને બલિદાનને યાદ કરીએ છીએ જેમણે આપણી સંસદની રક્ષા કરતાં પોતાનો જીવ ગુમાવી દીધો. ભારત હંમેશા તેમનો આભારી રહેશે.'

કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ આ દિવસને યાદ કરતા કહ્યું કે, '2001માં લોકતંત્રના મંદિર સંસદ ભવન પર થયેલ કાયરતાપૂર્ણ આતંકી હુમલામાં દુશ્મન સામે સામી છાતી લડતાં પોતાનું સર્વૌચ્છ ન્યૌચ્છાવર કરતી મા ભારતીના વીર સપૂતોને કોટી કોટી નમન કરું છું. કૃતજ્ઞ રાષ્ટ્ર તમારા અમર બલિદાનનું હંમેશા ઋણી રહેશે.'  બીજી તરફ રક્ષામંત્રી રાજનાથસિંહે પણ ટ્વિટ કર્યું છે કે 2001ના આ દિવસે સંસદ પર થયેલા આતંકવાદી હુમલામાં પોતાનું બલિદાન આપનાર તમામ બહાદુર સુરક્ષા જવાનોની બહાદુરી અને પરાક્રમને હું સલામ કરું છું. તેમની બહાદુરી આ દેશની આવનારી અનેક પેઢીઓ પણ પણ યાદ રાખશે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution