રાજકીય ઘમાસાણ  :વિપક્ષના ૮ કલાક ધરણાં રાહુલ-પ્રિયંકા હિરાસતમાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, ઓક્ટોબર 2026  |   1485

ચૂંટણી પંચ સામે સંસદથી ચૂંટણી પંચ મુખ્યાલય સુધી વિરોધ માર્ચ કાઢી રહેલા ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ સામે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. દિલ્હી પોલીસે લોકસભા વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાની અટકાયત કરી લીધી છે. આકાશવાણી ભવન બહાર લગભગ ૫ કલાક સુધી ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામા અને જાેરદાર હોબાળા બાદ પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સપા પ્રમુખ અખિલેશ યાદવ, ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન, અભિષેક બેનર્જી, ચરણજીત સિંહ ચન્ની, દીપેન્દ્ર હુડ્ડા અને પવન ખેડા સહિત વિપક્ષના તમામ મોટા નેતાઓને કસ્ટડીમાં લઈ લીધા છે. ૧૪૦થી વધુ સાંસદોની આ વિરોધ માર્ચ દરમિયાન સ્થિતિ વણસતાં સમગ્ર વિસ્તારમાં ભારે તણાવનો માહોલ સર્જાયો છે. ચૂંટણી પંચ તરફ આગળ વધી રહેલા રાહુલ ગાંધી અને અન્ય નેતાઓને પોલીસે આકાશવાણી ભવનના ગેટ પર જ રોકી દીધા હતા. આ પછી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલ ચૂંટણી પંચથી ૨૦૦ મીટર દૂર રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા. રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, અમે માત્ર ચૂંટણી પંચને મળીને એ કહેવા માંગીએ છીએ કે તમે વોટ ચોરી કરી છે. સાંસદો ચૂંટણી કમિશનરને મળશે અને તેમણે મળવું જ પડશે. દેશના અવાજનું અપમાન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી મળવા દેવામાં નહીં આવે ત્યાં સુધી અમે ત્યાંથી હટીશું નહીં. જાેકે, લાંબા હોબાળા બાદ આખરે પોલીસે રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓની અટકાયત કરી લીધી હતી. રાહુલ ગાંધી આકાશવાણી ભવનના રસ્તે થઈને નિર્વાચન સદન પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ગેટ પર જ ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. થોડી જ વારમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ, દ્ગજીેંૈં અને યુથ કોંગ્રેસના કાર્યકરો પણ ત્યાં પહોંચી ગયા હતા. ્સ્ઝ્ર સાંસદ મહુઆ મોઇત્રાએ પણ આકાશવાણી પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા હતા. આ સાથે કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડ અને ડેરેક ઓ બ્રાયન પણ ગેટ પાસે જતાં પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.


ચૂંટણી પંચ મુલાકાત કેમ નથી કરતું?

અટકાયત પહેલાં રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘આજે ૩૦૦થી વધુ વિપક્ષી સાંસદો સંસદથી ચૂંટણી પંચ તરફ માર્ચ કરી ચૂંટણી કમિશનરોને મળવા માંગતા હતા. આ સાંસદો દેશના કરોડો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, છતાં ચૂંટણી કમિશનરો તેમની સાથે મુલાકાત કેમ નથી કરી રહ્યા? પોલીસ અમને શા માટે રોકી રહી છે અને ધમકીઓ કેમ આપવામાં આવી રહી છે?’ બીજી તરફ, ચૂંટણી પંચના સૂત્રોએ દાવો કર્યો છે કે તેમને કોંગ્રેસ કે અન્ય કોઈ વિપક્ષી પક્ષ તરફથી બેઠક અંગે કોઈ સત્તાવાર વિનંતી મળી નથી.



૧૫,૦૦૦ ઁડ્ઢછ મતદારોના નામ હટાવવાનો ગંભીર આરોપ

સપા સાંસદ રાજીવ રાયે મોટો આક્ષેપ કર્યો કે ઁડ્ઢછ મતદારોના નામ જાણીજાેઈને હટાવવામાં આવી રહ્યા છે. તેમણે ચૂંટણી પંચની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલા ૧૫,૦૦૦ મતદારોના પુરાવા રજૂ કર્યા હતા, પરંતુ ચૂંટણી પંચ કે સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો.



 ૩૦૦૦થી વધુ પોલીસ તૈનાત, બોડી કેમેરા સાથે બંદોબસ્ત વિરોધ પ્રદર્શનને જાેતાં નવી દિલ્હી જિલ્લામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ૩૦૦૦થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં પુરુષોની ૨૭ અને મહિલાઓની ૪ કંપનીઓ સામેલ છે (એક કંપનીમાં ૧૦૦-૧૧૫ જવાનો હોય છે). આ ઉપરાંત ઇછહ્લ અને ઝ્રૈંજીહ્લને પણ મેદાનમાં ઉતારવામાં આવી છે. સ્થિતિની ગંભીરતા જાેતા નવી દિલ્હીના ડીસીપી સચિન શર્મા સહિત પોલીસકર્મીઓ બોડી કેમેરા પહેરીને ડ્યુટી કરી રહ્યા છે.


યુથ કોંગ્રેસ-મહિલા કાર્યકરોનો ભાજપ મુખ્યાલય બહાર વિરોધ

આકાશવાણી ભવન બહાર કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી સુરભિ દ્વિવેદીએ જણાવ્યું કે વિરોધ પ્રદર્શન કરી રહેલી તમામ મહિલાઓ કોંગ્રેસ શક્તિ અભિયાન સાથે જાેડાયેલી છે. આ મહિલા કાર્યકરોએ ભાજપ મુખ્યાલય અને ભાજપ એક્સટેન્શન ઓફિસ બહાર પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.


ચૂંટણી પંચ ભાજપ માટે કામ કરી રહ્યું છે: અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી કરી હતી. અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે, ચૂંટણી પંચ નિષ્પક્ષ નથી અને બંધારણ મુજબ કામ કરી રહ્યું નથી. પશ્ચિમ બંગાળમાં ફોર્સના જાેરે બૂથ લૂંટાયા અને ઉત્તર પ્રદેશમાં પણ આવું જ થયું હતું. ભાજપ સત્તામાં આવી છે ત્યારથી ચૂંટણી પંચે ભાજપ માટે કામ કરવાનું શરૂ કરી દીધું છે.


બેરિકેડ પર ચઢીને વિરોધ, રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો

સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયા-ઉર-રહેમાન બર્ક અન્ય સાંસદો સાથે નીતિ આયોગ પાસે લાગેલા બેરિકેડ પર ચઢી ગયા હતા. રાહુલ ગાંધીએ પણ બેરિકેડ પર ચઢીને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution