પ્રહલાદ જાેશીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની જવાબદારી સંભાળી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, જુલાઈ 2026  |   3366

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ હવે શિક્ષણ મંત્રાલયની કમાન પ્રહલાદ જાેશીના હાથમાં સોંપવામાં આવી છે. પદભાર સંભાળતા સાથે જ તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે મંત્રાલય હવે રાહ જાેવાના મૂડમાં નથી. રવિવાર જેવા રજાના દિવસે પણ તેઓ મંત્રાલય પહોંચ્યા અને અધિકારીઓ સાથે બેઠક કરી. દ્ગઈઈ્ પેપર લીક વિવાદે દેશની પરીક્ષા પ્રણાલી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે, ત્યારે વિદ્યાર્થીઓની નજર હવે નવા શિક્ષણ મંત્રીના પહેલા ર્નિણયો પર છે. સવાલ માત્ર એ નથી કે નવા મંત્રી કોણ છે, પરંતુ એ પણ છે કે શું હવે પરીક્ષા વ્યવસ્થામાં ખરેખર મોટા ફેરફારો જાેવા મળશે કે પછી આ બધું માત્ર કાગળો પૂરતું જ રહેશે.પ્રહલાદ જાેશીએ એવા સમયે શિક્ષણ મંત્રાલયની જવાબદારી સંભાળી છે, જ્યારે સરકાર પર પરીક્ષા પ્રણાલીમાં વિદ્યાર્થીઓનો ફરીથી વિશ્વાસ સ્થાપિત કરવાનું સૌથી મોટું દબાણ છે.NEET-UG  પેપર લીક વિવાદ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી ((NTA))થી લઈને સમગ્ર પરીક્ષા પ્રણાલીની કામગીરી પર સવાલો ઊભા થયા છે. સરકાર પહેલેથી જ પેપર લીક સામે કડક કાયદો લાવવાની તૈયારી કરી ચૂકી છે. હવે NEET-UGપરીક્ષામાં પણ મોટા ફેરફારો કરવામાં આવી શકે છે. ભવિષ્યમાં પરીક્ષાને કમ્પ્યુટર આધારિત બનાવવામાં આવી શકે છે અને બે તબક્કામાં યોજવા જેવા વિકલ્પો પર પણ વિચારણા થઈ રહી છે.


વિનમ્રતા સાથે જવાબદારી સ્વીકારું છું 

નીટUG વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પ્રહલાદ જાેશીને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. નવી જવાબદારી મળ્યા બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા કહ્યું કે, તેઓ પૂરી નિષ્ઠાથી આ જવાબદારી નિભાવશે અને વડાપ્રધાનની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયાસ કરશે.નવી જવાબદારી અંગે પ્રહલાદ જાેશીએ જણાવ્યું કે, હું આ જવાબદારીને કર્તવ્ય અને વિનમ્રતાના ભાવ સાથે સ્વીકારું છું. હું વડાપ્રધાનનો આભારી છું અને મને આપેલી જવાબદારી પર ખરા ઉતરવા માટે પૂરો પ્રયાસ કરીશ. તેમણે ઉમેર્યું કે, મોદી સરકારના છેલ્લા ૧૨ વર્ષના કાર્યકાળમાં દેશે અનેક ઐતિહાસિક સિદ્ધિઓ મેળવી છે.પ્રહલાદ જાેશીએ પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યકાળની પ્રશંસા કરતા કહ્યું કે, છેલ્લા ૪-૫ વર્ષમાં તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવાની સાથે અનેક મહત્વપૂર્ણ પહેલ કરી છે. તેમના નેતૃત્વમાં નવી શિક્ષણ વ્યવસ્થામાં દેશે પ્રગતિ કરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution