21, નવેમ્બર 2024
1881 |
ગાંધીનગર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી છેલ્લા ઘણા લાંબા સમયથી યોજાઈ નથી. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આગામી દિવસોમાં યોજાય તે માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે રાજયમાં ૯૪ ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાતમાં ઓબીસી સમાજની અનામતને લઈને રાજયમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ તેમજ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઇ રહી નથી. જાે રાજય ચૂંટણી પંચ દ્વારા થોડા સમય અગાઉ બેઠકોના સિમાંકન જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં જૂનાગઢ મહાપાલિકાની બેઠકો માટે, તેમજ કેટલીક જિલ્લા અને તાલુકા પંચાયતોની બેઠકો માટે અનામત બેઠક જાહેર કરવામાં આવી હતી. તેમજ રાજ્યની ૭૯ જેટલી નગરપાલિકાઓની અનામત સહિતની બેઠકની પણ ફાળવણી કરવામાં આવી હતી. આ દરમિયાનમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજયમાં ૯૪ જેટલા ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ જાહેર કરવામાં આવી છે. જેને લઈને એવું લાગી રહ્યું છે કે, આગામી ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ અંગે ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી શકે છે.