/
બાઈડન, ફર્સ્ટ-લેડીને ભારત આવવાનું વડાપ્રધાન મોદીએ આપ્યું આમંત્રણ

દિલ્હી-

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઇડેન સાથે ફોન પર વાત કરી. જાે બાઇડેનના રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તેમની પહેલી વાતચીત હતી. આ વાતની માહિતી પીએમ મોદીએ ટ્‌વીટ કરી આપી. પીએમ મોદીએ પોતાની ટ્‌વીટમાં કહ્યું કે તેમણે સૌથી પહેલાં જાે બાઇડેનને રાષ્ટ્રપતિ બનવાની શુભકામનાઓ પાઠવી. તેમણે ક્ષેત્રીય બાબતો પર વાતચીત કરી.

આપને જણવી દઇએ કે પીએમ મોદીએ ટ્‌વીટ કરી માહિતી આપી કે તેમણે જાે બાઇડેન સાથે ફોન પર વાત કરી. પીએમ મોદીએ ટ્‌વીટમાં લખ્યું કે મેં અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઇડેન સાથે ફોન પર વાત કરી અને તેમને સફળતા માટે શુભકામનાઓ પાઠવી. અમે ક્ષેત્રીય સહયોગ અને પ્રાથમિકતાઓ પર ચર્ચા કરી. અમે જળવાયુ પરિવર્તનની વિરૂદ્ધ સહયોગ વધારવા પર પણ સહમત થયા છીએ.

પીએમ મોદીએ આ સિવાય બીજી એક ટ્‌વીટ કરી જેમાં તેમણે લખ્યું કે હું અને રાષ્ટ્રપતિ જાે બાઇડેન દુનિયામાં નિયમ-કાયદા આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના પક્ષધર છીએ. અમે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાને વધારવા માટે પોતાની રણનીતિ ભાગીદારીને વધુ મજબૂત કરવા તરફ જાેઇ રહ્યા છીએ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવા પ્રમુખ બનેલા જૉ બાઈડન અને એમના પત્ની ફર્સ્ટ લેડી ડો. જિલ બાઈડનને એમના શક્ય એટલા વહેલા અને અનુકૂળ સમયે ભારતની મુલાકાતે આવવાનું આમંત્રણ આપ્યું છે. મોદીએ આ આમંત્રણ બાઈડન સાથે ગઈ કાલે ટેલીફોન પર થયેલી સત્તાવાર વાતચીત દરમિયાન આપ્યું હતું. પ્રમુખ તરીકે સફળતા પ્રાપ્ત થાય એવી શુભેચ્છા મોદીએ બાઈડનને આપી હતી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution