બ્રિટનમાં પેલેસ્ટાઇન સમર્થનમાં દેખાવો : 474 લોકોની ધરપકડ
11, ઓગ્સ્ટ 2025 લંડન   |   4356   |  

દાયકામાં એક જ કાર્યવાહીમાં કરાયેલી સૌથી મોટી અટકાયત

પેલેસ્ટાઇન એકશન નામના ગુ્રપના સમર્થનમાં બ્રિટનના મોટા દેખાવો દરમિયાન ૪૭૪ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમ મેટ્રોપોલિટન પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે સરકારે તાજેતરમાં જ આ સંગઠન પર પ્રતિબંધ મૂક્યો હોવાથી આ ગુ્રપને સમર્થન જાહેર કરવો કાયદાકીય ગુનો બને છે.

લંડનમાં એક દેખાવો દરમિયાન ધરપકડ કરાયેલા ૪૬૬ લોકોને બ્રિટનના આતંકવાદ કાયદા હેઠળ પ્રતિબંધિત જૂથને સમર્થન આપવા બદલ અટકાયતમાં લેવામાં આવ્યા હતાં. જ્યારે અન્ય આઠ લોકોની પોલીસ અધિકારીઓ પર હુમલો કરવા સહિતના અન્ય ગુનાઓ માટે ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ કરવામાં આવેલા ઘણા લોકો પેલેસ્ટાઇન એકશનના નામના સંગઠનને ટેકો આપતા પ્લેકાર્ડ પ્રદર્શિત કરી રહ્યાં હતાં. દેશની સૌથી મોટી પોલીસ ફોર્સ મેટ પોલીસે જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં એક જ કાર્યવાહીમાં કરવામાં આવેલ આ સૌથી મોટી ધરપકડ છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution