નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનો કોલર પકડનાર પ્રોફેસર સામે વિરોધનો વંટોળ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, સપ્ટેમ્બર 2026  |   1782

અમદાવાદની પ્રખ્યાત નિરમા યુનિવર્સિટી ફરી એકવાર મોટા વિવાદના વંટોળમાં સપડાઈ છે. યુનિવર્સિટીમાં આયોજિત જાહેર કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર જ વિદ્યાર્થીનો કોલર પકડનારા પ્રોફેસરસામે કડક પગલાં લેવાની માંગ સાથે વિદ્યાર્થી સંગઠનો સતત આક્રમક વલણ અપનાવી રહ્યા છે. અગાઉ વિદ્યાર્થી સંગઠનના વિરોધ પ્રદર્શન બાદ આજે દ્ગજીેંૈં દ્વારા યુનિવર્સિટી કેમ્પસ બહાર ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ ઉગ્ર વિરોધ પ્રદર્શનને પગલે કેમ્પસ વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને સમગ્ર કેમ્પસ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો.  કાર્યકરો દ્વારા આ તકે એક અનોખો અને પ્રતીકાત્મક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં એક કાર્યકર્તાને દોરડાથી બાંધીને  યુનિવર્સિટી તંત્ર વિરૂદ્ધ જાેરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.પટેલ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનતા ઘટનાસ્થળે હાજર પોલીસે તાત્કાલિક સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ૩૦ થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અને વિરોધકર્તાઓને લઈ જવા માટે પોલીસની ૩ બસો ભરીને રવાના કરવામાં આવી હતી.બીજી તરફ, આ ચાલતા વિવાદ વચ્ચે પ્રોફેસર ૐ. દ્ભ. પટેલનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલે બળતામાં ઘી હોમાયું છે. વાયરલ થયેલા આ વીડિયોમાં પ્રોફેસર અહંકારભર્યા અંદાજમાં અને ફિલ્મી ડાયલોગની જેમ બ્રાન્ડ” બોલતા નજરે પડી રહ્યા છે. જાહેર સ્ટેજ પર વિદ્યાર્થી પર દાદાગીરી કર્યા બાદ પ્રોફેસરનો આ પ્રકારનો અહંકારભર્યો વીડિયો સામે આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ અને રોષની લાગણી જાેવા મળી રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution