01, સપ્ટેમ્બર 2025
ચંદીગઢ |
3465 |
1300થી વધુ ગામમાં પૂર
પંજાબમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ચોમાસાએ છેલ્લા 25 વર્ષના રેકોર્ડ તોડ્યા છે. ઓગસ્ટ મહિનાના ના અંતિમ દિવસે રવિવારે પણ ભારે વરસાદ થયો. ચંદીગઢ હવામાન કેન્દ્રના આંકડાઓ અનુસાર, આ વર્ષે ઓગસ્ટમાં 253.7 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતા 74 ટકાં વધુ છે.
આ વર્ષે પંજાબમાં ઓગસ્ટમાં ચોમાસાએ છેલ્લા 25 વર્ષના રેકોર્ડ તોડ્યા છે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઓગસ્ટમાં સામાન્ય કરતાં 74 ટકા વધુ વરસાદ પડ્યો છે. અનેક જિલ્લાઓમાં 60 ટકાંથી વધુ વરસાદ થયો છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં તો 100 ટકાં થી પણ વધારે વરસાદ થયો છે. સમગ્ર ચોમાસાની સિઝન દરમિયાન કુલ 8 ટકાં વધુ વરસાદ નોંધાયો છે.
પંજાબના 13 જિલ્લાઓમાં સામાન્ય કરતાં 60 ટકાં થી વધુ વરસાદ નોંધાયો. પઠાનકોટ, તરનતારન, જાલંધર અને બરનાલામાં તો સામાન્ય કરતાં સો ટકાથી પણ વધુ વરસાદ નોંધાયો છે. ત્રણ જિલ્લાઓમાં સામાન્ય કરતાં 30થી 40 ટકાં વધુ વરસાદ થયો છે. જ્યારે ચાર જિલ્લાઓમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. તેમજ 1300થી વધુ ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.