/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

 રાજકોટ: માલવીયાનગર પોલીસના 5 કર્મીઓ કોરોના પોઝિટિવ, શહેરમાં કુલ કેસની સંખ્યા 12,079

રાજકોટ-

શહેરમાં માલવીયાનગર પોલીસ મથકના પાંચ જેટલા પોલીસ કર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને પોલીસ કર્મીઓમાં પણ ભય ફેલાયો છે. રાજકોટમાં એક જ પોલીસ મથકમાં કોરોનાના પાંચ પોઝિટિવ કેસ આવવાની ઘટના લગભગ પ્રથમ વખત બની છે. જ્યારે રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક 12079એ પહોંચ્યો છે. માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં 5 પોલીસ જવાન પોઝિટિવ આવ્યા છે. માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રોહિતભાઈ તેમજ જમાદાર દિગપાલસિંહ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જ્યારે આ જ પોલીસ મથકમાં અગાઉ અન્ય 3 કર્મચારી પોઝિટિવ આવ્યા છે. જેને લઈને એક જ પોલીસ મથકના પાંચ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યા છે. રાજકોટ શહેરમાં દિવાળી બાદ કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળ્યો હતો, ત્યારે અત્યાર સુધીમાં માત્ર રાજકોટ શહેરમાં જ કોરોનાના 12 હજારથી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી હાલ 811 જેટલા દર્દીઓ અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં 10 હજાર કરતા વધુ દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution