આખી બિલ્ડિંગ ફરી બનાવો અને રૂ.૧૦ લાખ વળતર આપો, અધિકારીઓ ફસાયા 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, સપ્ટેમ્બર 2026  |   4356

દબાણ હટાવવાની કામગીરી દરમિયાન બે માળની વ્યાપારી ઇમારત તોડી પાડવાના મામલે કલકત્તા હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે અધિકારીઓને નવી બિલ્ડિંગ બનાવી આપવાનો, ત્યાં સુધી મફતમાં વૈકલ્પિક રહેઠાણ પૂરું પાડવાનો અને ૧૦ લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.કલકત્તા હાઇકોર્ટે સરકારી જમીન પરથી કથિત અતિક્રમણ (દબાણ) હટાવવાની કાર્યવાહી દરમિયાન બે માળની કોમર્શિયલ બિલ્ડિંગ તોડી પાડવા બદલ રાજ્ય તંત્રની આકરી ઝાટકણી કાઢી છે. જસ્ટિસ પાર્થ સારથી સેને કબિતા મન્ના અને અન્ય એક વ્યક્તિની અરજી પર સુનાવણી કરતા આ ચુકાદો આપ્યો હતો. અરજદારોનો આક્ષેપ હતો કે, પૂર્વ મેદિનીપુરમાં સરકારી જમીન પરથી દબાણ દૂર કરવાના બહાને તેમની વ્યાપારી ઇમારત પણ તોડી પાડવામાં આવી હતી.રિપોર્ટ અનુસાર, હાઇકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે, રજૂ કરાયેલા પુરાવાઓ પરથી સાબિત થાય છે કે અધિકારીઓએ પોતાની નિર્ધારિત સીમાથી બહાર જઈને કાર્યવાહી કરી છે. અરજદારોની મિલકતને કોઈ પણ કાયદેસરના અધિકાર વિના તોડી પાડવામાં આવી હતી. આથી, સંબંધિત સત્તામંડળને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, નવી ઇમારત બનીને તેનો કબજાે અરજદારોને ન સોંપાય ત્યાં સુધી તેમને તે જ વિસ્તારમાં કોઈ પણ ચાર્જ વિના વૈકલ્પિક આવાસ પૂરું પાડવામાં આવે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution