લાલ કિલ્લા પર વિસ્ફોટ આત્મઘાતી આતંકવાદી હુમલો હતો: NIA
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, સપ્ટેમ્બર 2026  |   3069

રાજધાની દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક બોમ્બ વિસ્ફોટ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એજન્સીના જણાવ્યા અનુસાર લાલ કિલ્લા પાસે થયેલો વિસ્ફોટ કોઈ સામાન્ય આતંકી હુમલો નહીં પરંતુ એક સુઆયોજિત આત્મઘાતી (સુસાઇડ) બોમ્બ વિસ્ફોટ હતો. આ ઘાતકી ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર અને ઓપરેશનલ ઇન્ચાર્જ ડૉ. ઓમર ઉન નબી હતો, જેણે કારની અંદરથી જ કમાન્ડ મિકેનિઝમથીIED એક્ટિવેટ કરીને પોતાને ઉડાવી દીધો હતો. આ કાયરતાપૂર્ણ આત્મઘાતી હુમલામાં ૧૫ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.NIAની તપાસમાં બહાર આવ્યું છે કે નવેમ્બર ૨૦૨૫ માં લાલ કિલ્લા પાસે ફમ્ VBIED  (વાહન-બોર્ન ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) કાર ધડાકામાં માર્યો ગયેલો ડૉ. ઓમર વર્ષ ૨૦૨૨ થી જ આતંકવાદી સંગઠન ‘અંસાર ગઝવત-ઉલ-હિંદ’ ના મોડ્યુલને સક્રિય કરવામાં લાગી ગયો હતો. તે દેશ સામે હિંસા અને જેહાદ ફેલાવવા માટે કટ્ટરપંથી યુવાનોનું એક મોટું નેટવર્ક તૈયાર કરી રહ્યો હતો. જમ્મુ-કાશ્મીર તેમજ દિલ્હી-NCR ના ગુપ્ત સ્થળોએ સતત બેઠકો યોજીને નવા ભરતી થયેલા યુવાનોને જેહાદી સાહિત્ય દ્વારા ભડકાવવામાં આવતા હતા અને ખતરનાક વિસ્ફોટકો બનાવવાની તાલીમ આપવામાં આવતી હતી.ડૉ. ઓમર નબી ‘સિગ્નલ’ જેવી એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશનોનો ઉપયોગ કરીને પોતાના સાગરીતો સાથે સંપર્કમાં રહેતો હતો. તેણે આતંકી પ્રવૃત્તિઓ ચલાવવા, ગેરકાયદેસર શસ્ત્રો ખરીદવા અને વિસ્ફોટકોનું લોજિસ્ટિક્સ પૂરું પાડવા ટેરર ફંડિંગ એકત્ર કર્યું હતું.


ડૉ. ઓમરે જૂની કારને ‘ચાલતી-ફરતી બોંબ’ બનાવી દીધી હતી

આત્મઘાતી હુમલાના ષડયંત્ર માટે ડૉ. ઓમર અને તેના સાથીઓએ એક જૂની કાર ખરીદી હતી, જેને વિસ્ફોટકો ભરીને કાર-બોમ્બ ((VBIED) ) માં ફેરવી દેવામાં આવી હતી. ૧૦ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ડૉ. ઓમર જાતે આ કાર લઈને લાલ કિલ્લા પાસે પહોંચ્યો હતો અને અંદર બેઠા બેઠા જ સ્વિચ દબાવીને વિસ્ફોટ કર્યો હતો. ફોરેન્સિક પુરાવાઓએ પણ પુષ્ટિ કરી છે કે બોમ્બ કારની અંદરથી જ ધમાકો કરીને ફોડવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે આ એક ચોક્કસ આત્મઘાતી આતંકી હુમલો જ હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution