/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ધો.૧૦ અને ૧૨ના રિપટર વિધાથીઓની સરખામણી ન થાયઃહાઇકોર્ટ

અમદાવાદઃ ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યકર્મ જાહેર કરી દેવામાં આવ્યો છે. ત્યારે ધોરણ ૧૦ ને ૧૨ ના રિપીટર વિધાર્થીઓને માસ પ્રમોશન આપવા માટે ઓલ ગુજરાત વાળી મંડળએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જેમાં આજે આ મુદે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે અરજદારની તમામ રજૂઆતો સાંભળી હતી. અરજદારે હાઇકોર્ટને કહ્યું હતું કે વિધ્યાર્થીઓના હિતમાં ર્નિણય કરવામાં આવે . કોરોનાકાળમાં કેટલાય વિધાર્થીઓએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે અને બીજી વાત એ છે સી બી એસ સી દ્વારા પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે તો આ વિધ્યાર્થીઓના હિતમાં ર્નિણય લેવામાં આવે. હાઇકોર્ટમાં થયેલી સુનાવણીમાં આજે કોર્ટે કહ્યું હતું કે ધોરણ ૧૦ ને ૧૨ ના રિપીટર વિધાર્થીઓને રેગ્યુલર વિધાર્થીઓ સાથે સરખાવી શકાય નહીં. રેગ્યુલર વિધાર્થીઓ ઓનલાઈન ક્લાસમાં ભણ્યા છે જેથી તેમણે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પરંતુ રિપીટર વિધ્યાર્થીઓ ઓનલાઈન ભણ્યા છે કે નહીં તે કોઈ ને ખબર નથી જેથી તેમણે માસ પ્રમોશન આપી શકાય તેમ નથી. આ વિધાર્થીઓ માટે અત્યારે સમય ખૂબ જ કીમતી છે. જેથી તેમણે પરિક્ષાની તૈયારીમાં ધ્યાન આપવું જાેઈએ. પહેલાથી જ એમના એક કે ૨ વર્ષ ફેલ થવાના કારણે બગડ્યા છે. હજી જાે પરીક્ષા માટે સમય બગડશે તો નુકશાન તેમનું જ છે. અમે સરકાર વિષે કોઈ ટિપ્પણી કરતાં નથી પરંતુ આ રિપીટર વિધાર્થીઓની પરીક્ષા લેવી જાેઈએ. તેવું હાઇકોર્ટ એ કહ્યું હતું. જાેકે આ વિષે વધુ સુનાવણી ૧૩ જુલાઇના રોજ કરવામાં આવશે. બીજી તરફ હાઈકોર્ટે અરજદારની દલીલ પર કહ્યું હતું કે હવે કોરોના પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. બાળકો પણ બહાર રમે છે ફરે છે. વિધાર્થીઓ પણ બહાર જાય છે. જેથી પરીક્ષા યોજાય તે યોગ્ય છે. આ વિષે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ એ જણાવ્યુ હતું કે સરકાર આ બાબતે વચગાળાનો રસ્તો કાઢે અને વિધાર્થીઓના હિતમાં ર્નિણય કરે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution