/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

મહેસાણા જિલ્લાની ચાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસર નિમાયા

મહેસાણા : મહેસાણા જિલ્લાની ચાર નગરપાલિકાઓની ડિસેમ્બરમાં મુદત પૂર્ણ થવાની છે ત્યારે આગામી સમયમાં સામાન્ય ચૂંટણીઓ યોજવા રાજ્ય ચૂંટણી આયોગે વહિવટી તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં મહેસાણા, વિસનગર, ઊંઝા તેમજ કડી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ૪ ચૂંટણી અધિકારી અને ૮ મદદનીશ ચૂંટણી અધિકારીઓની હોદ્દાજાેગ નિમણૂક કરાઈ છે.મહેસાણા જિલ્લામાં આગામી દિવસોમાં ૧૧ વોર્ડ ધરાવતી મહેસાણા, ૯-૯ વોર્ડ ધરાવતી વિસનગર, ઊંઝા તેમજ કડી નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. રાજ્ય ચૂંટણી આયોગે તાજેતરમાં મહેસાણા પાલિકા માટે ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા પંચાયતના હિસાબી અધિકારી તેમજ મહેસાણા મામલતદાર (શહેરી) અને જિલ્લા ડિઝાસ્ટર શાખાના મામલતદારની મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરી છે.૯ વોર્ડની સંખ્યા ધરાવતી વિસનગર પાલિકાની ચૂંટણી માટે વિસનગર પ્રાંન્ત અધિકારીની ચૂંટણી અધિકારી તરીકે તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા મત્સોદ્યોગ અધિક્ષક અને વિસનગરના રાજ્ય વેરા અધિકારી નિમણૂક કરાઈ છે. જ્યારે ઊંઝા નગરપાલિકાના ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નાગરિક પુરવઠા વિભાગના પુરવઠા મામલતદાર અને ઊંઝાના રાજ્ય વેરા અધિકારીની નિમણૂંક કરાઈ છે. કડી નગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે કડીના પ્રાંન્ત અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે મહેસાણાના આસીસ્ટન્ટ ડાયરેકટર ઓફ બોઈલર અને કડીના રાજ્ય વેરા અધિકારીની નિમણૂક કરાઈ છે. 

મોડાસા નગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીની નિમણૂંક કરાઈ

મોડાસા ઃ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક અને મોડાસા નગરપાલિકાની મુદત પૂર્ણ થઈ રહી છે.આગામી સમયમાં ચૂંટણીઓ યોજવા માટેનું આયોજન હોઈ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. જે અંતર્ગત મોડાસા પ્રાંત અધિકારીની નગરપાલિકાના ચૂંટણી અધિકારી તરીકે કરવામાં આવી છે. જ્યારે ડીએલઆઈ અધિકારીની મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. મોડાસા નગરપાલિકાની ડિસેમ્બર મહિનામાં મુદત પૂર્ણ થવા જઇ રહી હોય જેની સામાન્ય ચૂંટણી યોજવા માટે પ્રાંત અધિકારીની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ડીએલઆર અધિકારી નિમાયા છે. રાજ્યના ચૂંટણી વિભાગ દ્વારા નગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓ નીમી દેવામાં આવતાં આગામી દિવસોમાં વિચૂંટણીલક્ષી કામગીરી હાથ ધરવામાં આવશે. આગામી એકથી બે મહિનાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની પણ શક્યતાઓ જાેવાઇ રહી છે. ચૂંટણીપંચની તૈયારીઓને પગલે ભાજપ, કોંગ્રેસ દ્વારા ચૂંટણીઓ યોજવા અત્યારથી કવાયત શરૂ કરી દેવામાં આવી છે. ઉત્તર ગુજરાતની મોટાભાગની નગરપાલિકાઓની મુદ્દત પુરી થવા જઇ રહી છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચની સાથે રાજકીય પક્ષોમાં પણ તેની તૈયારીઓને લગતો સળવળાટ શરૂ થઇ ગયો હોવાનું પક્ષના આંતરિક વતૃળોમાંથી જાણવા મળ્યું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution