સુરત-

સુરતના પુણા ગામમાં ભાગ્યલક્ષ્મી જ્વેલર્સના શો રૂમમાં ફાયરિંગ કરી લૂંટ ચલાવી બે ઈસમો ફરાર થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને નાકાબંધી કરી લૂંટારૂઓની ઝડપી પાડવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના પુણા ગામ વિસ્તારમાં આવેલા ભૈયાનગરમાં ભાગ્યલક્ષ્મી જ્વેલર્સનો શો રૂમ આવેલો છે. આજે બાઈક પર બે ઈસમો ધસી આવ્યા હતા. ત્યારબાદ ફાયરિંગ કરી લૂંટ ચલાવી બાઈક પર ફરાર થઈ ગયા છે.

આ લૂંટની ઘટનામાં એક ઈસમને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. લૂંટારૂઓની ઝડપી પાડવા નાકાબંધી કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત શહેરમાં સરેઆમ ફાયરિંગ અને લૂંટની ઘટનાઓ વધી રહી છે. થોડા દિવસ પહેલા જ રામપુરાના ભરચક વિસ્તારમાં ઓઈલ કંપનીના કાર્મચારી 19 લાખ રૂપિયા લઈને આંગડિયામાં આપવા જતા લૂંટ થઈ હતી. જેમાં આરોપીઓને ઝડપી પાડી પોલીસે રૂપિયા રિકવર કરી સફળ કામગીરી કરી હતી. જાેકે, પુણામાં ફાયરિંગ વિથ લૂંટની ઘટનાથી ફરી પોલીસ દોડતી થઈ છે.