રોહિત શર્મા- શુભમન ગિલે પ્રી- સીઝન યો-યો ટેસ્ટ પાસ કર્યો
01, સપ્ટેમ્બર 2025 મુંબઈ   |   4554   |  

બુમરાહ-જિતેશ પણ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ અને વનડે ટીમનાકેપ્ટન રોહિત શર્મા સહિત ભારતીય ક્રિકેટરોએ બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે આયોજિત પ્રી-સીઝન યો-યો ટેસ્ટ પાસ કરી છે. શુભમન ગિલ અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને જીતેશ શર્મા પણ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે.

પંજાબના શુભમન ગિલ એશિયા કપ T20 ટુર્નામેન્ટ માટે વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતીય ટીમ ટૂંક સમયમાં 9મી સપ્ટેમ્બરથી શરૂ થનારા એશિયા કપ માટે દુબઈ રવાના થશે. શુભમન ગિલ માટે ફિટનેસ ટેસ્ટ ફરજિયાત બન્યો હતો કારણ કે તેને તાવને કારણે દુલીપ ટ્રોફીમાંથી બહાર રહેવું પડ્યું હતું.

જોકે, મળતા અહેવાલ મુજબ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે કોઈપણ સમસ્યા વિના ટેસ્ટ પાસ કરનારા અન્ય ખેલાડીઓમાં મોહમ્મદ સિરાજ, યશસ્વી જયસ્વાલ, વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરનો સમાવેશ થાય છે. હવે સ્ટાન્ડર્ડ યો-યો ટેસ્ટ ઉપરાંત ફિટનેસ ટેસ્ટ દરમિયાન હાડકાની ઘનતા તપાસવા માટે એક સરળ પદ્ધતિ DXA સ્કેન પણ કરવામાં આવ્યું હતું.

યશસ્વી જયસ્વાલ અને વોશિંગ્ટન સુંદર એશિયા કપ માટે સ્ટેન્ડબાય યાદીમાં છે, જ્યારે શાર્દુલ ચોથી સપ્ટેમ્બરથી સેન્ટ્રલ ઝોન સામે દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં વેસ્ટ ઝોનનું નેતૃત્વ કરશે. ટેસ્ટ અને ટી20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા પછી રોહિત પર કાર્યભાર નથી, પરંતુ આ સિનિયર બેટર નવેમ્બરમાં ODI સીરિઝ માટે ઓસ્ટ્રેલિયા જાય તેવી શક્યતા છે


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution