લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, સપ્ટેમ્બર 2026 |
2178
મોસ્કો, તા.૨૭
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કેUNSCમાં ભારતના સ્થાયી સભ્યપદની માગને રશિયાનું ખુલ્લું સમર્થન મળ્યું છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહ્યું કે, રશિયા ભારતની સાથે બ્રાઝિલની સ્થાયી બેઠકની દાવેદારીનું પણ સમર્થન કરે છે. સાથે જ તેમણે પશ્ચિમી દેશો માટે નવી સ્થાયી બેઠકો વધારવાનો વિરોધ કર્યો છે.
લાવરોવે કહ્યું કેUNSCમાં સુધારાનો હેતુ એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાની ભાગીદારી વધારવાનો હોવો જાેઈએ. તેમણે ખાસ કરીને જર્મની અને જાપાનને નવી સ્થાયી બેઠક આપવાનો વિરોધ કર્યો છે. રશિયાનું કહેવું છે કે આ વિસ્તારોને પરિષદમાં પૂરતું સ્થાન મળ્યું નથી.લાવરોવે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહ્યું કે, સુરક્ષા પરિષદમાં સુધારા હેઠળ પશ્ચિમી દેશો માટે વધારાની સ્થાયી બેઠકો ન હોવી જાેઈએ. તેમણે જર્મની અને જાપાનનું નામ લઈને તેમની દાવેદારીનો વિરોધ કર્યો. તેના બદલે રશિયા એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાની વધુ ભાગીદારીના પક્ષમાં છે. લાવરોવે આ જ આધાર પર ભારત અને બ્રાઝિલના સ્થાયી સભ્યપદની દાવેદારીનું સમર્થન કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કેUNSCમાં સુધારા દરમિયાન આફ્રિકા ખંડના હિતોને ધ્યાનમાં રાખવા જાેઈએ.UN મહાસભામાં ચાલી રહેલી વર્તમાન ચર્ચા દરમિયાન ભારતની દાવેદારીને અન્ય દેશોનું સમર્થન પણ મળ્યું છે. મોરિશિયસના વિદેશ મંત્રી ધનંજય રામફુલે G4 અને L69ના વલણનું સમર્થન કરતા ભારતના સ્થાયી સભ્યપદની દાવેદારીનું પુનરાવર્તન કર્યું છે. બીજી તરફ, પોર્ટુગલે પણUNSCમાં ફેરફારની જરૂરિયાત જણાવી હતી. ત્યાંના વડાપ્રધાન લુઇસ મોન્ટેનેગ્રોએ વધુ પ્રતિનિધિત્વ ધરાવતી સુરક્ષા પરિષદની વાત કરી હતી. તેમાં આફ્રિકા, બ્રાઝિલ અને ભારતને સ્થાયી પ્રતિનિધિત્વ આપવાના સમર્થનનો સમાવેશ થાય છે.માર્શલ આઇલેન્ડ્સનાં રાષ્ટ્રપતિ હિલ્ડા હાઇનેએ કહ્યું કે તેમનો દેશ જાપાન અને તેના ય્૪ ભાગીદારોને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યપદ અપાવવાના સમર્થન પર લાંબા સમયથી કાયમ છે. બીજી તરફ, જાપાનનાં વડાપ્રધાન સનાએ તાકાઇચીએ સુરક્ષા પરિષદમાં ફેરફારની માગ કરી હતી. તેમણે કહ્યું કે વર્તમાન વૈશ્વિક સ્થિતિને દર્શાવવા માટેUNSCમાં ફેરફાર થવો જાેઈએ. આ માટે તેમણે સ્થાયી અને બિન-સ્થાયી બંને પ્રકારની બેઠકોની સંખ્યા વધારવાની તરફેણ કરી હતી.
આફ્રિકન દેશો તરફથી પણ વધુ પ્રતિનિધિત્વની માગ ઉઠી છે. સીએરા લિયોનના રાષ્ટ્રપતિ જુલિયસ માડા બાયોએ કહ્યું કેUNSC હજુ પણ ૧૯૪૫ની દુનિયાને દર્શાવે છે. તેમણે કહ્યું કે ૧.૬ અબજથી વધુ વસ્તી ધરાવતા આફ્રિકા પાસે પરિષદમાં એક પણ સ્થાયી બેઠક નથીUNSCમાં કુલ ૧૫ સભ્યો હોય છે. તેમાં ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકા સ્થાયી સભ્યો છે. આ પાંચેય પાસે વીટોનો અધિકાર છે. બાકીના ૧૦ સભ્યો ૨ વર્ષ માટે ચૂંટાય છે.UNSCમાં સ્થાયી સભ્યોની સંખ્યા વધારવા માટેUN ચાર્ટરમાં ફેરફાર કરવો પડશે.