સરદાર પટેલ યુનિ.નો લાફાકાંડ હાઇકોર્ટમાં પહોંચ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, સપ્ટેમ્બર 2026  |   4653

ગત ૧૮માર્ચના અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટી ના ઇંગ્લિશ વિભાગના મહિલા હેડ દ્વારા અધ્યાપકને ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીઓ ની હાજરીમાં થપ્પડ મારતાં મચેલા હોબાળા બાદ મહિલા હેડ દ્વારા અધ્યાપક દ્વારા સેક્સ્યુઅલ હેરેશમેન્ટ કર્યાની લેખીત રજુઆત કરી હતી.જે સાથે અધ્યાપક દ્વારા થપ્પડ મારી ના મામલે લેખીત રજુઆત વાઇસ ચાન્સેલર તથા વિદ્યાનગર પોલીસ મથકે કરવામાં આવી હતી.પરંતુ યુનિવર્સિટી દ્વારા બંને રજૂઆત સંદર્ભે અલગ અલગ તપાસ સમિતિની રચના કરતાં મહિલા હેડ દ્વારા કરવામાં આવેલ રજુઆત પર તપાસ સમિતિ દ્વારા સોંપવામાં આવેલ રિપોર્ટ ના આધારે યુનિવર્સિટી દ્વારા પાડાના વાંકે પખાલીને ડામની સ્થિતિ સર્જી થપ્પડ ખાનાર અધ્યાપક ને પદચ્યુત કરવાના ર્નિણય લેતાં અધ્યાપક મનીષ સોલંકી દ્વારા ન્યાય માટે હાઇકોર્ટમાં દાદ માંગી છે.જયારે અધ્યાપક દ્વારા યુનિવર્સિટી પાસે બનેલ બનાવના માંગેલ સીસીટીવી ફૂટેજ ન આપતાં જીલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરતાં જીલ્લા પોલીસ વડા દ્વારા યુનિવર્સિટીને સીસીટીવી ફૂટેજ સહિત અન્ય દસ્તાવેજાે આપવાના આદેશ કરતાં યુનિવર્સિટી કેમ્પસમાં હડકંપ મચી જવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટી ના ઇંગ્લિશ વિભાગના મહિલા હેડ દ્વારા અધ્યાપક મનીષ સોલંકીને ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીઓ ની હાજરીમાં થપ્પડ માર્યાનો બનાવ ગત ૧૮માર્ચના બનતાં હોબાળો સર્જાવા પામ્યો હતો.જે સંદર્ભે મનીષ સોલંકીએ યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર તથા વિદ્યાનગર પોલીસ મથકે લેખીત રજુઆત કરી ન્યાય ની માંગ કરવામાં આવી હતી.બીજીબાજુ મહિલા હેડ પારૂલબેન પોપટ દ્વારા મનીષ સોલંકી દ્વારા સેક્સ્યુઅલ હેરેશમેન્ટ કર્યાની લેખીત રજુઆત કરતાં યુનિવર્સિટી દ્વારા બંને બનાવ સંદર્ભે તપાસ સમિતિની રચના કરી હતી.જે અંતર્ગત મહિલા હેડ ની રજૂઆત પર રચાયેલ તપાસ સમિતિ દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવતાં પાડાના વાંકે પખાલીને ડામની સ્થિતિ સર્જી યુનિવર્સિટી દ્વારા મનીષ સોલંકીને પદચ્યુત કરવાના ર્નિણય લેવામાં આવતાં મનીષ સોલંકી દ્વારા ન્યાય માટે હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી હોવાનું મનીષ સોલંકીએ જણાવ્યું હતું.જયારે બનેલ બનાવ સમયના સીસીટીવી ફૂટેજ ની મનીષ સોલંકી દ્વારા કરવામાં આવેલ માંગ પર યુનિવર્સિટી દ્વારા ઠાગાઠૈયા કરતાં જીલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરતાં જીલ્લા પોલીસ વડા દ્વારા યુનિવર્સિટીને સીસીટીવી ફૂટેજ સહિત અન્ય દસ્તાવેજાે આપવાના આદેશ કરતાં યુનિવર્સિટી કેમ્પસમાં હડકંપ મચી જવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે બીજીતરફ યુનિવર્સિટી દ્વારા કૂટનીતિ અપનાવવામાં આવી હોય તેમ આવતીકાલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર સમયે જ થપ્પડ કાંડ મુદ્દે રચાયેલ નિવૃત્ત જજની તપાસ સમિતિ દ્વારા અરજદાર અધ્યાપક મનીષ સોલંકીને હાજર રહેવાનું તેડું મોકલતાની સાથે તપાસ સમિતિની બેઠક યુનિવર્સિટી બિલ્ડીંગ નહીં પરંતુ યુનિવર્સિટી ગેસ્ટ હાઉસ ખાતે આયોજીત કરતાં વિસંગતતા ઉભી થવા પામી હોવાનું જાણવા મળેલ છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution