SCO એટલે સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી, PM મોદી
01, સપ્ટેમ્બર 2025 તિયાનજિન   |   5247   |  

આતંકવાદનો મુદ્દો ઊઠાવી તેની વિરૂદ્ધ લડવા સાથ આપવા આહ્વાન

ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવતાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પડોશી દેશનું નામ લીધા વિના ચીન સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવી તેની વિરૂદ્ધ લડવા સાથ આપવા આહ્વાન કર્યું હતું.

ચીન સમક્ષ આતંકવાદ વિશે ખુલ્લેઆમ વાત કરતાં વડાપ્રધાને કહ્યું કે આતંકવાદ વિશ્વ માટે એક જોખમ છે. આતંકવાદ માનવતા માટે એક પડકારરૂપ છે. ભારત લાંબા સમયથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે. કેટલા બાળકો અનાથ થયા છે. હાલમાં જ પહલગામમાં આતંકી હુમલો થયો હતો. જે મિત્ર દેશ આ હુમલા દરમિયાન અમારી સાથે હતા, તેમનો આભાર માનું છું. પ્રશ્ન ઉઠાવવો સ્વાભાવિક છે. આતંકવાદ પર કોઈ બેવડું વલણ સ્વીકાર્ય નથી.

સમિટમાં વડાપ્રધાન મોદીએ SCOની વ્યાખ્યા આપતા Sનો અર્થ સિક્યોરિટી, Cનો અર્થ કનેક્ટિવિટી, અને Oનો અર્થ ઓપોર્ચ્યુનિટી હોંવાનું કહ્યું હતુ. તેમણે કહ્યું કે, ભારતે SCO મેમ્બરમાં સકારાત્મક ભૂમિકા ભજવી છે. ભારતની વિચારણા, દ્રષ્ટિકોણ અન નીતિ 3 મહત્ત્વપૂર્ણ સ્તંભો સુરક્ષા, કનેક્ટિવિટી અને અવસર પર આધારિત છે.

ભારતે એસસીઓ સંમેલન પહેલાં જ ભારતને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, જો સંયુક્ત નિવેદનમાં પહલગામનો ઉલ્લેખ કરવામાં નહીં આવે તો ભારત તેના પર હસ્તાક્ષર નહીં કરે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution