/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

બાપોદ વિસ્તારમાં ધમધમતા જુગારના અડ્ડા પર દરોડો - સાત જુગારી ઝડપાયા

વડોદરા

બાપોદ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી પોલીસે સાત ઈસમોને ઝડપી પાડયા હતા. ક્રિષ્ણાનગર નં.૨માં ઘરનીસામે ઝાડ નીચે ચાલતા આ જુગારમાં પોલીસે ૫૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ પણ કબજે કરાયો હતો.

બાપોદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોર્ડ પેટ્રોલીગ હતો એ દરમ્યાન એ.એસ.આઈ જયંતીભાઈને બાતમી મળી હતી કે ક્રિષ્ણાનગરમાં રહેતો શંકર મારવાડી તેના ઘરની સામે ઝાડ નીચે ઈસમોને ભેગા કરી જુગાર રમાડે છે જેના આધારે દરોડો પાડતા જુગાર રમતા સાત ઈસમોને ઝડપી લેવાયા હતા.

જુગાર રમતા ઝડપાયેલા ઈસમોમાં (૧) શંકરભાઈ કનૈયાલાલ મારવાડી (સલાટ) રહે. ક્રિષ્ણાનગર-૨, વિશ્વકર્મા મંદિરની પાછળ સયાજીટાઉનશીપ રોડ, વડોદરા (૨) રમેશભાઈ ડાહ્યાભાઈ ડાભી રહે. મં.ન.૪૦૮, સંતોષીનગર, રાજીવનગરની સામે ન્યુ.વી.આઈ.પી.રોડ, વડોદરા શહેર(૩) માનસિંગભાઈ ગુલાસિંગભાઈ સોલંકી (મારવાડી) રહે. મં.નં.૮૫ ન્યુ.વી.આઈ.પી.રોડ, મુખીનગર વડોદરા (૪) જીતેન્દ્ર પન્નાલાલ સોલંકી રહે. મં.નં.૯૮ ખોડીયાર નગર મુખીનગર પાસે, સયાજીપુરા પાણીની ટાંકી રોડ, વડોદરા (પ) કાંતીભાઈ વાલજીભાઈ મારવાડી રહે. મં.નં.૨૪ ભાથુજીનગર રણછોડનગરની સામે રામદેવનગર-૧ પાસે, સરદાર એસ્ટેટ પાછળ, આજવા રોડ વડોદરા (૬) પુનમભાઈ સોમાભાઈ મારવાડી રહે. મ.નં.૧૫ રામનગર લક્ષ્મીનગરની પાસેં સયાજી ટાઉનશીપ રોડ, વડોદરા શહેર (૭ ) રમેશભાઈ ભાઈલાલભાઈ સલાટ રહે. મં.નં.૬૮, મથુરાનગર વિશ્વકર્મા મંદિર પાછળ, સયાજીટાઉનશીપ રોડ, વડોદરા.નો સમાવેશ થાય છે પોલીસે અંગ જડતીના રોકડા રુપિયા ૨૭,૪૩૦ દાવ પર મુકેલા રોડા ૪,૭૦૦ પત્તા પાના, મોબાઈલ નંગ ૭ મળી કુલ ૫૦,૧૩૦નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution