વડોદરા, તા.૧૪

લીવ ઈનમાં રહેતી પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી માસૂમને ઉઠાવી તરછોડી દેનાર સચિન દીક્ષિતને આજે બાપોદ પોલીસ મથકે લવાયો હતો. ખોડિયારનગર વિસ્તારમાં સિગ્નસ સ્કૂલ સામે દર્શન ઓસેસિસ ફલેટમાં ત્રણ માસ પહેલાં જ અમદાવાદથી સચિન અને તેની પત્ની મહેંદી અને દોઢ વર્ષનું બાળક રહેવા આવ્યું હતું. લીવ ઈનમાં રહેતી મહેંદીએ પતિ સચિનને ઉત્તર પ્રદેશ માતા-પિતા સાથે નહીં જવા માટે ઝઘડો કર્યો હતો. જેને લઈને ઉશ્કેરાયેલા પતિ સચિને મહેંદીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને બાળકને ઉઠાવી ગાંધીનગર ખાતે તરછોડી દીધો હતો. ગાંધીનગર અદાલતે આજે એને જામીન ઉપર મુક્ત કરતાં બાપોદ પોલીસે એનો કબજાે મેળવી અત્રે લાવી હતી અને આવતીકાલે એને અદાલત સમક્ષ રજૂકરી રિમાન્ડ માગવામાં આવશે અને ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કરવામાં આવશે.