/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ પહેલી વાર શિલ્પા શેટ્ટી આવશે દર્શકોની સામે, જાણો કેમ ?

મુંબઈ-

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી લાંબા સમયથી ચર્ચામાં છે. શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો આરોપ છે. રાજ કુંદ્રા આ કેસમાં હાલ જેલમાં છે. તો બીજી તરફ આ બાબતમાં રાજ કુંદ્રાની મુશ્કેલીઓ પણ ઘણી વધી જશે. હવે આ વિવાદ વચ્ચે શિલ્પા શેટ્ટી તેના ફેન્સને મળવા જઈ રહી છે. પતિ જેલમાં ગયો ત્યારથી શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયાથી ગાયબ છે. આ સાથે, અભિનેત્રી રિયાલિટી શો સુપર ડાન્સરમાં પણ જોવા મળતી નથી. દરમિયાન, હવે સમાચાર સામે આવ્યા છે કે અભિનેત્રી 15 ઓગસ્ટે તેના ફેન્સને મળવા જઈ રહી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, શિલ્પા શેટ્ટી 15 ઓગસ્ટના રોજ વી ફોર ઈન્ડિયા દ્વારા ફેન્સ મળવા જઈ રહી છે. પતિ જેલમાં ગયા બાદ શિલ્પા શેટ્ટી ‘ગિવ ઇન્ડિયા’ અભિયાનમાં જોડાવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે શિલ્પાની સાથે આ શોમાં ઘણા વધુ સ્ટાર્સ પણ જોવા મળશે. સમાચાર અનુસાર, શિલ્પા સિવાય, અર્જુન કપૂર, વિદ્યા બાલન, દિયા મિર્ઝા, એડ શીરન, કરણ જોહર, પરિણીતી ચોપરા, સૈફ અલી ખાન, સારા અલી ખાન અને સ્ટીવન સ્પીલબર્ગ, સંગીતકાર એ. આર. રહેમાન, રોલિંગ સ્ટોન્સના મિક જેગર, ગાયક- ગીતકાર એડ શીરન જોવા મળશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution