મુંબઇ 

રિયા ચક્રવર્તી 7 ઓક્ટોબરે જેલમાંથી બહાર આવી છે. સુશાંત ડેથ કેસની તપાસ હજુ પણ CBI કરી રહી છે. પરંતુ રિયાએ પ્રિયંકા સિંહ અને મિતુ સિંહ દ્વારા બાંદ્રા પોલીસમાં તેમના વિરુદ્ધ ફાઈલ થયેલી FIRને રદ કરવા માટે કરેલી યાચિકાનો વિરોધ કર્યો છે. રિયાનું કહેવું છે કે જે ફરિયાદ તેમના વિરુદ્ધ ફાઈલ થઇ છે, તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ કારણકે આ દવાઓ લીધા બાદ અઠવાડિયા પછી જ સુશાંતનું મૃત્યુ થઇ ગયું હતું.

બોમ્બે હાઇકોર્ટમાં ફાઈલ થયેલા એફિડેવિટમાં રિયાએ કહ્યું કે સુશાંતની બહેન પ્રિયંકા અને રામ મનોહર લોહિયા દિલ્હીના ડો. તરુણ કુમારે કોઈ જ વાતચીત વગર ગેરકાયદેસર રીતે મેન્ટલ બીમારી સાથે જોડાયેલી દવાઓ આપી હતી. આ એફિડેવિટમાં લખ્યું છે કે સુશાંતને તેની બહેન પ્રિયંકાએ 8 જૂને વોટ્સએપ પર નેક્સિટો, લિબ્રિયમ અને લોનજેપ એમડી જેવી દવાઓ લેવા માટે કહ્યું હતું. NDPS એક્ટ હેઠળ આ ત્રણેય દવાઓ સાઈકો-ટ્રોપિક સબસ્ટેન્સથી બને છે.

રિયાએ દાવો કર્યો છે કે આ આરોપ ગંભીર છે, માટે તપાસ એજન્સીને આ બાબતે તપાસ કરવા માટે પૂરતો સમય આપવો જોઈએ. તેના માટે FIR રદ કરવાની યાચિકાને રિજેક્ટ કરવી જરૂરી છે. બોમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ એસએસ શિંદે અને એમએસ કાર્ણિકની બેન્ચ પ્રિયંકા અને મિતુની યાચિકા પર 4 નવેમ્બરે સુનાવણી કરશે.