મુંબઇ 

 ઉર્મિલા માતોડકર તેના ટ્વિટને કારણે ફરી એકવાર હેડલાઇન્સમાં આવી છે. ઉર્મિલાએ હાલમાં જ તેના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે ખેડુતોને ટેકો આપવા માટે સમગ્ર દેશવાસીઓનો અનુરોધ કર્યો છે. ઉર્મિલાએ પોતાના ટ્વિટમાં લખ્યું- વેક અપ ઇન્ડિયા. આજે 25 સપ્ટેમ્બર છે, ખેડૂતોને અમારો ટેકો જોઈએ છે, તેમની સાથે ઉભા રહો.

અત્યારે મીડિયા સર્કસ ચાલે છે. દરમિયાન, આપણે નક્કી કરવું પડશે કે આપણે કેવા દેશને બનાવવા માંગીએ છીએ. ઉર્મિલા માતોડકર ના આ ટ્વિટ પર ઘણી પ્રતિક્રિયાઓ મળી રહી છે. ઉલ્લેખનીય છે કે દેશના ખેડુતોએ કૃષિ બિલના વિરુદ્ધ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. પંજાબ અને હરિયાણામાં પણ છેલ્લા ઘણા દિવસોથી ખેડુતો કૃષિ બિલ વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. આ બંધમાં ભારતીય કિસાન સંઘ સહિત વિવિધ ખેડૂત સંગઠનો શામેલ છે.